Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે રાજ્યમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Weather Updates: હજુ ફેબ્રુઆરી મહિનો પૂરો નથી થયો ત્યાં જ રાજ્યમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. સોમવારે રાજકોટમાં સૌથી વધુ 36.7, સુરતમાં 36.4, જ્યારે અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 35.65, ભૂજમાં 35.5, અમરેલીમાં 34.6, વડોદરા-ભાવનગર અને ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો માર્ચની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
અનેક રાજ્યમાં વરસાદની આગાહી
ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવા લાગી છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવોથી ભારે વરસાદ પડશે. આના કારણે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળશે. ફેબ્રુઆરી મહિના દરમિયાન વરસાદની અછત રહી છે, જોકે આ અછતને પૂરી કરવા માટે હજુ પણ પૂરતો વરસાદ થવાની શક્યતા નથી.
હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, આંદમાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સિક્કિમ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ શક્ય છે.
25 ફેબ્રુઆરીથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જે 2 કે 3 માર્ચ સુધી ચાલુ રહી શકે છે. 26 ફેબ્રુઆરીથી 1માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંડીગઢના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. 27 અને 28 ફેબ્રુઆરીએ ઉત્તર રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે.
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
