શોધખોળ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, 1470 કરોડ રૂપિયા ખર્ચે 65 માર્ગોનું કરાશે અપગ્રેડેશન

688 કિલોમીટરના 65 માર્ગોનું અપગ્રેડેશન કરાશે. 1470 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે

રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મોટો નિર્ણય લીધો હતો. રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે એક હજાર 470 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. 688 કિલોમીટરના 65 માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે.

ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફીકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે. આ ફાળવણી અન્વયે 83 કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે. તેમજ 173 કિલોમીટર રસ્તાની લંબાઈ 10 મીટર સુધી પહોળી કરાશે. આ કામ સાથોસાથ 432 કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ કરાશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. માર્ગોના મજબૂતીકરણ અને અપગ્રેડેશન માટે નાણાં ફાળવણીની મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે ભવિષ્યમાં ઉદ્યોગો માટે રો-મટીરીયલ, ફિનિશ્ડ પ્રોડક્ટસ તેમજ મુખ્ય અને ગૌણ ખનિજોના આવા-ગમનની સરળતામાં વધારો થતાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે.

688 કિલોમીટરના 65 માર્ગોનું અપગ્રેડેશન કરાશે. 1470 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ઔદ્યોગિક-ક્વોરી વિસ્તારને જોડતા માર્ગોનું અપગ્રેડેશન કરાશે. ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે. રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 688 કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે.

મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફીકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે. ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.

આવા ઉદ્યોગો દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના વિઝનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક વધુ સુદ્રઢ કરવાના હેતુથી છેલ્લા બે વર્ષમાં રોડ સેક્ટરની નાણાંકીય જોગવાઈઓની ફાળવણીમાં ૮૦ ટકાથી વધુનો વધારો કરવાની પહેલ કરી છે. ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે. આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્થનિંગ કરાશે તેમજ પુલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. રાજ્યમાં વધુ પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપનાનો માર્ગ મોકળો થશે અને વડાપ્રધાનની વિકસિત ભારતની પ્રતિબદ્ધતામાં ગુજરાત ‘વિકસિત ગુજરાત’ના નિર્ધારથી અગ્રીમ યોગદાન આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટમાં સાંબેલાધાર વરસાદ, 10 કલાકમાં 10 ઇંચ વરસતા જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: રાજકોટમાં સાંબેલાધાર વરસાદ, 10 કલાકમાં 10 ઇંચ વરસતા જળબંબાકારની સ્થિતિ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં  251 તાલુકામાં ધોધમાર વરસાદ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain forecast:  બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત,  આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain forecast: બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Water Logging | રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘતાંડવ, રસ્તા-અંડરપાસ પાણીમાં ગરકાવAhmedabad Rain | અમદાવાદમાં જળપ્રલય | વહેલી સવારથી વરસાદ ચાલું | અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયીGujarat Rain Red Alert | ગુજરાતના 26 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં યલો એલર્ટJanmashtami 2024: કૃષ્ણની ભક્તિમાં લીન થયા ભક્તો, જુઓ જન્મોત્સવ પહેલાનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટમાં સાંબેલાધાર વરસાદ, 10 કલાકમાં 10 ઇંચ વરસતા જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: રાજકોટમાં સાંબેલાધાર વરસાદ, 10 કલાકમાં 10 ઇંચ વરસતા જળબંબાકારની સ્થિતિ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં  251 તાલુકામાં ધોધમાર વરસાદ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain forecast:  બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત,  આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain forecast: બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 42 ફ્લાઈટ્સ મોડી પડી
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 21 ફ્લાઈટને ક્લિયરન્સ ન મળતા
Horoscope Today: જ્યોતિષશાસ્ત્ર અનુસાર  આ બે રાશિના જાતકની થશે પ્રગતિ, જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Horoscope Today: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બે રાશિના જાતકની થશે પ્રગતિ, જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Embed widget