શોધખોળ કરો
Advertisement
ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયેલા ગુજરાતીઓને સહાય પહોંચાડવા CM રૂપાણીના આદેશ
ઉત્તરાખંડના જોશીમઠમાં રેણી નજીક ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી સર્જાઈ છે. રેણીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર તૂટ્યો છે. અનેક મકાનો સાથે લોકો તણાયાની આશંકા છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં રેણી નજીક ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી સર્જાઈ છે. રેણીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર તૂટ્યો છે. અનેક મકાનો સાથે લોકો તણાયાની આશંકા છે. પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઇને ઋષિકેશ, હરિદ્વાર સહિતના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઘટનામાં 500થી વધારે ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા હોઈ શકે તેવી પણ માહિતી મળી રહી છે. આ પ્રવાસીઓમાં રાજકોટમાં 50 મુસાફરોના સમાવેશ થાય છે.
આ ઘટના બની ત્યાં 50 જેટલા ગુજરતીઓ પણ તે વિસ્તારમાં હાજર હતા. જો કે આ તમામ 50 ગુજરાતીઓ સુરક્ષીત છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના 50 લોકો હાલ ત્યાં છે. જો કે તેમના સામાન હરિદ્ધારમાં ફસાયા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીની સાથે વાતચીત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે પણ વાતચીત કરી છે. આ ઘટના પછી દહેરાદૂન સ્થિત મેડીકલ કોલેજમાં બેડોને રીઝર્વ રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા માટે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્યાં ફસાયેલા ગુજરાતીઓની મદદ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યસચિવ સહિતના અધિકારીઓને ઉત્તરાખંડના તંત્ર સાથે સંપર્ક કરીને ગુજરાતીઓને વધારેમાં વધારે મદદ મળી રહે તે બાબતેના આદેશ અપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement