શોધખોળ કરો
Advertisement
આજથી ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ, જાણો ક્યા જિલ્લામાં કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા
ગુજરાતમાં પણ સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તંત્રએ આ માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે.
કોરોના હારશે અને ગુજરાત જીતશે. આ જ સૂત્ર સાથે રાજ્યમાં કોરોનાના વેક્સિનેશનનો પ્રારંભ થશે. રાજ્યમાં પણ વેક્સિનેશનને લઈને તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં 161 સેંટર પર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. તો રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ રસીકરણ સમયે અલગ અલગ શહેરોના રસીકરણ કેંદ્રો પર ઉપસ્થિત રહેશે.
કોરોનાની વેક્સિનની પ્રક્રિયા માટે અમદાવાદ મનપા વિસ્તારમાં 20 સેંટર ઉભા કરાયા છે. સુરત શહેરમાં 14 જ્યારે રાજકોટ અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં છ-છ સેંટર ઉભા કરાયા છે. ગાંધીનગર કોર્પોરેશન,જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં એક એક સેંટર પરથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે અને દરેક સેંટર દિઠ 100 લોકોને કોરોનાની સંજીવની સમાન વેક્સિન સૌપ્રથમ કોરોના વોરિયર્સને અપાશે.
ગુજરાતમાં પણ સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તંત્રએ આ માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણો કાર્યક્રમ શરૂ થવાનો હોય રાજ્યના તમામ જિલ્લામાં જરૂરી કોરોના ડોઝ પહોંચાડવામાં આવ્યા છે. આવો જાણીએ રાજ્યમાં ક્યા જિલાલમાં કોરોના રસીના કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા છે.
મહાનગરોની સાથે જિલ્લા વાઈસ ફાળવણી કરવામા આવેલ ડોઝની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં 11 હજાર 670 ડોઝ, સુરત જિલ્લામાં 12 હજાર 450, તાપી જિલ્લામાં સાત હજાર 780, વલસાડ જિલ્લામાં 16 હજાર 260 અને ભરૂચ જિલ્લામાં 12 હજાર 480 ડોઝ ફાળવામાં આવ્યા છે.
તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં સાત હજાર 480 ડોઝ, જુનાગઢ જિલ્લામાં 6 હજાર 800, સુરેન્દ્રનગર જિલ્લામાં 10 હજાર 570, દ્વારકા જિલ્લામાં ચાર હજાર 700, જામનગર જિલ્લામાં 6 હજાર 10, મોરબી જિલ્લામાં પાંચ હજાર 340, પોરબંદર જિલ્લામાં ચાર હજાર 370 ડોઝ ફળવાયા છે.
તો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં 18 હજાર 520, પાટણ જિલ્લામાં 10 હજાર 240, સાબરકાંઠા જિલ્લામાં 16 હજાર 790 ડોઝ, અરવલ્લી જિલ્લામાં 12 હજાર 640 ડોઝ અને બનાસકાંઠા જિલ્લામાં 20 હજાર ડોઝ ફાળવામાં આવ્યા છે.
તો કચ્છ જિલ્લામાં 18 હજાર 170 ડોઝ આપવામાં આવ્યા છે અને મધ્ય ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં આઠ હજાર 290, વડોદરા જિલ્લામાં 13 હજાર 200, ખેડા જિલ્લામાં 14 હજાર 140, છોટા ઉદેપુર જિલ્લામાં સાત હજાર 190 અને દાહોદ જિલ્લામાં 15 હજાર 880 ડોઝ ફાળવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement