શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતમાં તમામ લોકોને ફ્રીમાં અપાશે રસી, જાણો રસીને લઈ મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ

રાજ્ય સરકાર  દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન  રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં  આવ્યો છે.

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મફત કોરોનાની રસી આપવામાં આવશે.

રાજ્ય સરકાર  દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન  રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં  આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મે થી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

રસીને લઈ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

સવાલઃ રસી કોણ અને કેવી રીતે લઈ શકશે, એપોઈન્ટમેન્ટ જરૂરી છે ?

જવાબઃ 1લી મેથી 18થી 44 વર્ષની કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકશે. આ માટે કોવિન વેબ પોર્ટ કે આરોગ્ય સેતુ એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન. વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ વેબસાઈટ પરથી જ મળશે.

સવાલઃ રસી માટે રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે ?

જવાબઃ રજિસ્ટ્રેશનનો 28 એપ્રિલથી પ્રારંભ થશે.

સવાલઃ શું વેક્સિનેશન સેન્ટર પર રજિસ્ટ્રેશન થશે ?

જવાબઃ ના વેક્સિનેશન સેન્ટર પર નહીં થાય રજિસ્ટ્રેશન. ઓનલાઈન જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

સવાલઃ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું રહેશે ?

જવાબઃ કોવિન વેબ પોર્ટ કે આરોગ્ય સેતુ એપર પર OTP જનરેટ કરી સરળ રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે.

સવાલઃ વેક્સિન માટે શું દસ્તાવેજી પુરાવા જરૂરી?

જવાબઃ વેક્સિન માટે આધાર, પાનકાર્ડ સહિતના દસ્વાતેજ માન્ય ગણાશે

સવાલઃ શું ખાનગી હોસ્પિટલમાંથી રસી લેવા રજિસ્ટ્રેશન કરવું પડશે ?

જવાબઃ હા, ખાનગી હોસ્પિટલમાં રસી લેવા રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે.

સવાલઃ રસીકરણ કેન્દ્રોને કઈ બાબતની કાળજી રાખવી પડશે ?

જવાબઃ કેન્દ્રોને રસીકરણો રેકોર્ડ રાખવો પડશે. ડિજીટલ વેક્સિનેશન સર્ટિફિકેટ આપવું પડશે. કોવિડ કેર સેન્ટર પર પૂરતા કોલ્ડ ચેન ઉપકરણ અને ક્ષમતા હોવી જોઈએ. પૂરતી જગ્યા, વેઇટિંગ એરિયા હોવો જરૂરી

સવાલઃ શું વેક્સિનના સ્ટોક, ડોઝની સંખ્યા વિશે જાણકારી અપાશે ?

જવાબઃ કોવિડ વેક્સિન સેન્ટર કોવિન પર વેક્સિનના પ્રકાર, સ્ટોક અને કિંમતમા માહિતી આપવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકોJunagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
Embed widget