Valsad: વાપીમાં GPCBની કાર્યવાહી, આ મોટી કંપનીને આપી ક્લૉઝર, સાથે એક કરોડનો દંડ પણ ફટકાર્યો, જાણો
GPCBએ કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલ મુદ્દે વાપીની જાણીતી હેરમ્બા કંપનીના બે યૂનિટને ક્લૉઝર આપ્યુ છે,
![Valsad: વાપીમાં GPCBની કાર્યવાહી, આ મોટી કંપનીને આપી ક્લૉઝર, સાથે એક કરોડનો દંડ પણ ફટકાર્યો, જાણો Valsad News: GPCB action on heramba company due to environmental pollution in vapi Valsad: વાપીમાં GPCBની કાર્યવાહી, આ મોટી કંપનીને આપી ક્લૉઝર, સાથે એક કરોડનો દંડ પણ ફટકાર્યો, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/f71fbfbe1e0b672e1f218ebf8a35d1b4168490855707777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Valsad: રાજ્યમાં પ્રદુષણ ફેલાવવી રહેલા સામે GPCB એક્શન મૉડમાં આવી ગઇ છે, હવે વાપીમાં GPCBએ એક મોટી કાર્યવાહી કરી છે, કેમિકલ વેસ્ટ મુદ્દે હેરમ્બા કંપનીને GPCBએ ક્લૉઝર આપી છે, અને સાથે એક એક કરોડનો દંડ પણ ફટાકર્યો છે.
માહિતી પ્રમાણે, GPCBએ કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલ મુદ્દે વાપીની જાણીતી હેરમ્બા કંપનીના બે યૂનિટને ક્લૉઝર આપ્યુ છે, એટલુ જ નહીં GPCBએ પ્રદૂષણ ફેલાવવા બદલ એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે. ૨૨.૬૦ મે.ટન કેમિકલ વેસ્ટ ગેરકાયદે નિકાલ કરવા મામલે વાપી જીઆઇડીસીમાં આવેલી હેરમ્બા કંપનીના બે યૂનિટને કલૉઝર મળી છે. આ સાથે જ પ્રત્યેક યૂનિટને એક-એક કરોડનો જંગી દંડ ફટકારતા ઔદ્યોગિક આલમમાં સનસનાટી મચી ગઇ છે.
Surat: ચોર્યાસીના કોલસાના ગોડાઉન અને વૃંદાવન પ્રૉસેસર્સને સીલ મારવાનો GPCBનો આદેશ, જાણો
Surat: સુરતમાં જીપીસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સુરતમાં ચોર્યાસીના કોલસાના ગોડાઉન અને વૃંદાવન પ્રૉસેસર્સને સીલ મારવાના GPCB દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામા પ્રદૂષણના ધારાધોરણોને અવગણતા ઔદ્યોગિક એકમો સામે જીપીસીબીએ સપાટો બોલાવ્યો છે. આ ઉપરાંત પણ ઓલપાડની બે અને સાયણ તેમજ પરબની બે કંપનીને ક્લૉઝરનો આદેશ આપવામાં આવ્યો છે.
ક્યા-કયા એકમો સામે શું લેવાયા પગલા -
1. સાઇટ્રેડર્સ લિંક પ્રાઇવેટ લિમિટેડ વકતાણા ગામ આખુ ગોડાઉન સીલ મરાયુ
2. ઉધના પાંડેસરા વચ્ચે આવેલી વૃંદાવન પ્રૉસેર્સને પણ સીલ
4. પરબના હેતવી ફેબ્રિકસને પણ કલૉઝર
5. ગઢીયા ફેબ ઓલપાડ કારેલી ગામને પણ ક્લૉઝર
8. આર.કે.ગ્રુપ ઓલપાડ કારેલીને પણ ક્લૉઝર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)