શોધખોળ કરો

Vav assembly bypoll: ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?

Vav assembly bypoll: કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાભરમાં પ્રચાર કર્યો હતો

Vav assembly bypoll: વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાભરમાં પ્રચાર કર્યો હતો. ભાભરની બજારમાં પદયાત્રા સાથે ગેનીબેને પ્રચાર કર્યો હતો. ભાજપના કાર્યાલય પર જઈ ગેનીબેને કૉંગ્રેસ માટે મત માંગ્યા હતા.

ભાભરમાં ભાજપ કાર્યાલય પર કૉંગ્રેસના નેતાઓ પ્રચાર કરવા પહોંચ્યા હતા. ભાજપના નેતાઓને કૉંગ્રેસના નેતાઓએ ગુલાબનું ફુલ આપ્યુ હતું. ધારાસભ્ય સી.જે.ચાવડા અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકને કોંગ્રેસના સાંસદ ગેનીબેને ગુલાબનું ફુલ આપ્યું હતું. ગેનીબેનને ભાજપ કાર્યાલય પર જોઈ ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યા હતા. કોંગ્રેસના નેતાઓ મયંક નાયક અને સી.જે.ચાવડાને મળ્યા હતા.  

વાવમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. કૉંગ્રેસ તરફથી ગેનીબેન, તો ભાજપ તરફથી મંયક નાયકે મોરચો સંભાળ્યો હતો. ભાજપના નેતાઓને ગુલાબનું ફૂલ આપીને ગેનીબેન ગુલાબસિંહ માટે મત માંગ્યા હતા. ગેનીબેને કહ્યું કે ભાજપના બહારથી આવેલા નેતાઓનું કોઈ સાંભળશે નહીં. ભાભરમાં ગુલાબસિંહ રાજપૂતની પદયાત્રા અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. વાવમાં સ્વરૂપજી ઠાકોરની પદયાત્રા યોજાઇ હતી.

માવજી પટેલને શંકર ચૌધરીનો જડબાતોડ જવાબ

બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલને શંકર ચૌધરીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ચૌધરી સમાજના ભાજપ આયોજિત સંમેલનમાં શંકર ચૌધરીએ કહ્યું હતું કે માવજીભાઈ અપક્ષ લડ્યા તો સમાજનું હિત કેમ ન જોયુ. કોઈ પૈસા આપી જાય એટલે સમાજને વેચી મારવાનો. શંકર ચૌધરીએ અપક્ષ ઉમેદવાર માવજી પટેલને સવાલ કર્યા હતા. શંકર ચૌધરીએ કહ્યું હતું કે રૂપિયા લઈને સમાજને વેચી મારવાનો તેમાં સમાજનું હિત છે? માવજીભાઈએ 11 મીટિંગો કરી તે બધી ચૌધરી સમાજની જ કરી છે. ચૌધરી સમાજના મત બગાડી કોંગ્રેસને જીતાડવા મહેનત કરી રહ્યા છે. જિલ્લા-તા.પંચાયતની ચૂંટણીમાં તમામ સમાજની જરૂર પડશે.

માવજી પટેલે ફોર્મ પાછું ખેંચવા શું માંગ્યુ હતું તેને લઈને પણ શંકર ચૌધરીએ ખુલાસો કર્યો હતો. શંકર ચૌધરીએ દાવો કર્યો હતો કે માવજી પટેલે બનાસ બેન્ક માંગી હતી. માવજી પટેલને ફોર્મ પાછુ ખેંચી લેવા અનેકવાર સમજાવ્યા હતા. મુખ્યમંત્રી સાથે વાત કરીને માવજી પટેલને મનાવી લેવાયા હતા. રજનીભાઈ પટેલે માવજીભાઈ સાથે મુલાકાત કરી ફોર્મ પાછુ ખેંચવાનું નક્કી કર્યું હતું.

શંકર ચૌધરીએ કહ્યું હતું કે કોઈને જીતાડવા અપક્ષ ઉભા રાખવાનું આયોજન કોઈકે કર્યું છે. પક્ષે સમીકરણ અને સર્વે કરાવીને રણનીતિ ગોઠવી હતી. પરબત પટેલ, હરિભાઈ ચૌધરી અને મને પણ ઠાકોર સમાજના મત મળ્યા હતા. લોકસભામાં ભાજપ હાર્યું તો પણ ઠાકોર સમાજના મત ભાજપને મળ્યા હતા. અપક્ષને ચૂંટણી લડાવવાનું કોંગ્રેસનું પહેલાથી જ આયોજન હતું. 25થી 30 હજાર મત આગળ-પાછળ થાય તો કોંગ્રેસ જીતી જાય તેવું આયોજન કર્યું છે. હરિભાઈ લુણી ગામના છે તેના કોણ ટેકેદાર છે ચેક કરી લો. તેઓને APMCના ચેયરમેન બે-ત્રણ વખત બનાવ્યા છે.

વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget