વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો
Vav Assembly By Election 2024: આ સંમેલનમાં લાલજી પટેલે હૂંકાર કરતાં કહ્યું હતુ કે, જો EVMમાં ગરબડ ના થાય તો માવજીભાઈની જીત નકકી છે. તમારી મક્કમતા ઓછી ના કરતા
Vav Assembly By Election 2024: વાવ પેટાચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જામેલા ત્રિપાંખીયા જંગ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં આવેલા પાંચ ચૌધરી નેતાઓને ભાજપે ગઇકાલે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા, હવે આ પાંચેય ભાજપને હરાવવા માટે અને માવજી પટેલને જીતાડવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. એક જંગી જાહેરસભાનું આયોજન કરીને ખુલ્લુ સમર્થન આપ્યુ છે.
વાવ વિધાનસભામાં ભાજપે સ્વરૂપજીને ટિકીટ આપ્યા બાદ ભાજપ નેતા માવજી પટેલ નિરાશ થઇ ગયા હતા, અને તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે ગઇકાલે મોટી કાર્યવાહી કરતાં માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા, એટલુ જ નહીં માવજી પટેલ સાથે અન્ય પાંચ ચૌધરી નેતાઓને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. હવે આ પાંચેય નેતાઓએ એક જાહેરસભા સંબોધીને માવજી પટેલને સમર્થન આપ્યુ છે.
સસ્પેન્ડેડ પાંચ ચૌધરી સમાજના આગેવાનોએ જંગી જાહેરસભા યોજી હતી, આ સંમેલનમાં લાલજી પટેલે હૂંકાર કરતાં કહ્યું હતુ કે, જો EVMમાં ગરબડ ના થાય તો માવજીભાઈની જીત નકકી છે. તમારી મક્કમતા ઓછી ના કરતા, કંઈ નહી બગડે બધા એક થઈ રહેજો. અમે કાલે દબાવીને પ્રવચન કર્યું તો આજે અમને સસ્પેન્ડ કરી દીધા. આ જનતા તમને સસ્પેન્ડ કરશે. જો પહેલા મેન્ડેડ આપ્યું હોત તો આ સ્થિતિ ના થઇ હોત. પ્રશાસનનો ઉપયોગ બંધ કરો અને જેલની બીક ના બતાવો, જેટલા વધુ દબાવશો સ્પ્રિંગ એટલી જ વધુ ઉછળશે.
વાવમાં અપક્ષ ઉમેદવારી કરનાર માવજી ચૌધરીનો પુરજોશમાં પ્રચાર
ભાજપે માવજી પટેલ સાથે સાથે ભાભર માર્કેટયાર્ડના ચેયરમેન દલારામભાઈ, ભાભર APMCના પૂર્વ ચેયરમેન લાલજી ચૌધરી, સુઈગામના ભાજપના પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરીને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં લાલજી ચૌધરી, જામાભાઈએ એક સભા કરી હતી.
માવજી પટેલ ચૌધરી સમાજના મોટા નેતા છે, અને ચૂંટણી પ્રચારમાં વાવમાં જબરદસ્ત રીતે પ્રચાર કરી રહ્યાં છે. પ્રચારમાં માવજી પટેલ ભાજપના અનેક નેતાઓને ઝપેટમાં લઈ ચૂક્યા છે. ફરી એકવાર વાવની પેટાચૂંટણીમાં માવજી પટેલના આકરા બોલ સાંભળવા મળ્યા હતા.
વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
આ પણ વાંચો
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર