કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં યોજાઇ મેરેથોન દોડ, હજારો લોકો ઉમટ્યા
સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ લીલી ઝંડી આપી. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.
ગીર સોમનાથઃ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોના ટોળા ઉમટ્યા હતા. કોવિડની ગાઈડ લાઇનના લીરે લીરા ઉડ્યા. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ લીલી ઝંડી આપી. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.
ભાજપના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડના નિયમોની ઐસીતૈસી કરી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં છે.
ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત, રાજકોટમાં કેટલા ડોક્ટર થયા સંક્રમિત?
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કોરોના વોરિયર્સ એવાં ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગઈ કાલે રાજકોટના 30 નામાંકિત તબીબોને કોરોના થયો હતો. આ પછી આજે સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થાય છે. સિવિલના કોરોના વોર્ડમાં સંખ્યા વધવા લાગી છે. ચાર દર્દીઓ ઓક્સિજન પર છે. RTPCR ટેસ્ટમાં 10 ગણો વધારો થયો છે. રાજકોટની પારીજાત રેસીડેન્સીમાં બંગાળથી આવેલ પરિવારના પાંચને કોરોના થયો છે.
સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના કારણે આ ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તબીબો ઉપરાંત તેમના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મેળાવડા યોજાઈ રહ્યા છે. તો સામાજિક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે તેના કારણે ચેપ પ્રસરી રહ્યો છે અને તબીબો પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ગઈ કાલે સિવિલ હોસ્પિટલમાં પાંચ તબીબોને કોરોના થયો હતો. આ સાથે જ કુલ છ તબીબોને કોરોના થયો હતો. પબ્લિક રિલેશન ઑફિસર, 3 રેસિડેન્ટ તબીબ અને 2 નર્સિંગ સ્ટાફ સહિત કુલ 6 લોકોને કોરોના થયો હતો. મહત્વની વાત એ કે તમામ લોકો બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. જે વિભાગમાં સંક્રમણ ફેલાયું છે. તે વિભાગના તમામ તબીબોને આગામી 24 કલાકમાં RT-PCR રિપોર્ટ કરાવવા આદેશ કરાયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 તબીબો અને 3 નર્સ કોરોના સંક્રમિત, 4 દર્દી ઓક્સિજન પર, જાણો વધુ વિગત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના કોરોના વોર્ડમાં દર્દની સંખ્યા વધી રહી છે. ચાર દર્દીઓ ઓક્સિજન પર છે. રાજકોટ ની પારીજાત રેસીડેન્સી માં બઁગાળ થી આવેલ પરિવાર ના પાંચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાના હવે ૧૯૪ દર્દી હાલ સારવાર હેઠળ છે. બે દિવસમાં હોસ્પિટલાઇઝ્ડ દર્દીમાં ૫૦%નો વધારો થયો છે.
ખાનગી હોસ્પિટલોમાં ૧૧૯, એસવીપીમાં 52 જ્યારે સિવિલમાં ૨૩ દર્દી સારવાર હેઠળ છે.