શોધખોળ કરો

Banaskantha News: ‘નલ સે જલ’ યોજના માત્ર કાગળ પર, ગુજરાતના વિસ્તારમાં દિવસે કાળી મજૂરી કર્યા બાદ પાણી માટે કલાકો લાઈનમાં ઉભી રહે છે મહિલાઓ

Banaskantha News: બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમા પાણી માટેના દાવા પોકળ સાબિત થયા છે. દાંતા તાલુકાના બાનોદરા ગામે 300 ઘરનાં પરિવારો પાણી માટે વલખાં મારી રહ્યા છે. બે હેડપંપથી આ લોકો હાલ પાણી મેળવી રહ્યા છે.

Banaskantha News: બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમા પાણી માટેના દાવા પોકળ સાબિત થયા છે. દાંતા તાલુકાના બાનોદરા ગામે 300 ઘરનાં પરિવારો પાણી માટે વલખાં મારી રહ્યા છે. બે હેડપંપથી આ લોકો હાલ પાણી મેળવી રહ્યા છે. આ વિસ્તારમાં નલ સે જલ યોજનાની માત્ર વાતો છે. આ યોજનાનો લાભ હજુય વિસ્તારમાં લોકોને મળ્યો નથી.

અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો

દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે.  હેડપંપ પર આદિવાસી મહિલાઓની પાણી ભરવા કતારો હોય છે. દિવસ ભરની મજૂરી બાદ પીવાના પાણી માટે લાઇનમા ઊભા રહેવું પડે છે. હેડપંપમાં પણ ધીરે ધીરે પાણી આવતા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહી પાણી ભરી રહ્યા છે.

નળમાં પાણી નથી હેડ પંપો સુકાઈ ગયા છે

દાંતા તાલુકામા અનેક ગામોમા નળ સે જળ યોજનામાં પાણીનાં ટાંકા બનાવ્યા છે. નળ નખાયા છે પરંતુ પાણી પહોંચ્યું નથી. નળ સે જળ યોજનાના નળ તો પહોંચ્યા છે.પરંતુ ટાંકા ખાલી છે.  નળમાં પાણી નથી હેડ પંપો સુકાઈ ગયા છે અને અન્ય કોઈ પાણીની વ્યવસ્થા નથી. જેથી અંતરિયાળ વિસ્તારના લોકોની માગણી છે કે યોજનાનું પાણી ઘર સુધી પહોંચે.

આ યોજનાઓ હજુ છેવાડાનાં ગામો સુધી પહોંચી નથી

સરકાર યોજનાઓ થકી પાણી માટે પ્રયાસ કરી રહી છે. જોકે આ યોજનાઓ હજુ છેવાડાનાં ગામો સુધી પહોંચી નથી. આ વિસ્તારોમાં પાણીના સુવિધા ન હોવાને કારણે હેડ પંપ પરથી પાણી ભરવું પડે છે અને લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પાણીની લાઈન માટેના દ્રશ્યો જોવા મળતા હોય છે અને પીવાના પાણી માટે લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે.

આ વિસ્તારનાં લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે

જો કે છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ વિસ્તારનાં લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી પાણી માટે કરવામાં આવી નથી. તેથી લોકોની માગ છે કે, વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે, કારણ કે ઉનાળો જેમ આગળ વધશે તેમ તેમ હજુ પરિસ્થિતિ વિકટ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget