ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Monsoon Forecast News:રાજ્યમાં હોળીનો તહેવાર પુરો થઇ ગયો છે. આગાહીકાર અંબાલલ પટેલે હોળીની જ્વાળા પરથી વધુ એક મોટુ અનુમાન લગાવ્યુ છે

Monsoon Forecast News: ગઇકાલે ફાગણ સુદ પૂનમનો દિવસ હતો, આ દિવસે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વરતારો જોવામાં આવે છે. હોળીની જ્વાળા પરથી ચોમાસુ અને આગામી વર્ષ સુધીનો તમામ વરતારો જોવામાં આવે છે. હવે હવામાન સ્પેશ્યાલિસ્ટ અને આગાહીકાર અંબાલલ પટેલે ચોમાસાને લઇને મોટુ અનુમાન લગાવ્યુ છે. તેમના મતે આગામી ચોમાસુ ભારતમાં નબળુ રહેશે, ખેડૂતોને મુશ્કલી ઉભી થઇ શકે છે, સાથે સાથે જૂનમાં વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ દર્શાવી છે.
રાજ્યમાં હોળીનો તહેવાર પુરો થઇ ગયો છે. આગાહીકાર અંબાલલ પટેલે હોળીની જ્વાળા પરથી વધુ એક મોટુ અનુમાન લગાવ્યુ છે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. અંબાલાલે હોળીની જ્વાળા પરથી વરતારો કાઢ્યો છે કે, ચોમાસુ નબળુ રહી શકે છે. હોળીની જ્વાળા પરથી અંબાલાલે આગાહી કરી છે કે આવનારુ ચોમાસું 8 થી 10 આની રહેવાની સંભાવના છે, ચોમાસા દરમિયાન વારંવાર લૉ પ્રેશર ઉદભવશે, પાકને પણ નુકસાન થશે, ચોમાસુ નબળુ રહેશે તો ખેડૂતો માટે નુકસાનીનો સમય આવશે. સાથે સાથે આગામી જૂન મહિનામાં વાવાઝોડુ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
મે મહિનામાં ગુજરાતમાં આભમાંથી અગનવર્ષા થવાનું ચાલુ થઇ જશે- અંબાલાલ પટેલ
ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીને લઇને મોટું અનુમાન કર્યુ છે, આગામી દિવસોમાં આકરા તાપમાં શેકાયા બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 15 માર્ચ બાદ આકરી ગરમીમાંથી ગુજરાતીઓને આંશિક રાહત મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં આવતીકાલ ગુરૂવારથી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ 2-4 ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. આજે બુધવારે ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ હતી. રાજકોટમાં જેટલુ તાપમાન આજે નોંધાવવું જોઈએ તેના કરતા 6.7 ડિગ્રી વધુ એટલે કે, 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જોકે, સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન વધી શકે છે, અને એપ્રિલ માસમાં પણ ગરમીમાં વધઘટ ચાલુ રહેશે. અંબાલાલ પટેલે સાથે સાથે એવું પણ અનુમાન કર્યુ છે કે, માર્ચ અને એપ્રિલ બાદ મે મહિનામાં ગુજરાતમાં આભમાંથી અગનવર્ષા થવાનું ચાલુ થઇ જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
