Weather: રાજ્યમાં આ દિવસથી ગરમી થઇ જશે ઓછી, જાણો કેટલા ડિગ્રી ઘટશે ?
હવામાન અપડેટ અનુસાર, રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે.
Weather: ગુજરાતમાં અત્યારે આગઝરતી ગરમી પડી રહી છે, ગરમીથી લોકો પરેશાન થઇ ગયા છે, ત્યારે આ બધાની વચ્ચે એક ખાસ અને રાહતના સમાચાર સામે આવ્યા છે, હવે ગરમીનો પારો નીચે આવશે, એટલે કે રાજ્યમાં ગરમી ઓછી થઇ જશે.
હવામાન અપડેટ અનુસાર, રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. લગભગ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે આવતીકાલથી ગરમી ઓછી થઇ શકે છે. આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો પણ ફૂંકાશે, રિપોર્ટ પ્રમાણે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપી દેવાઇ છે, રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ગરમીથી રાહત મળશે.
દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. દિલ્હીના નજફગઢમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ (24 મે)થી હવામાનમાં ફેરફાર થશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી થોડી રાહત જોવા મળશે.
હવામાન વિભાગે આજથી (23 મે) આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત સિક્કિમમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે.
પહાડી વિસ્તારોમાં હવામાન આવું રહેશે
આંદામાનમાં ચોમાસું ત્રણ દિવસ મોડું પહોંચ્યું
જાણવા મળે છે કે, ચોમાસું ત્રણ દિવસ મોડું આંદામાન પહોંચી રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસું 16-17 મેની આસપાસ આંદામાન પહોંચતું હોય છે, પરંતુ આ વખતે તે અહીં ત્રણ દિવસ મોડું પહોંચી રહ્યું છે અને આ કારણોસર તે કેરળમાં પણ મોડું પહોંચશે, જ્યાં તે 1 જૂનને બદલે 4 જૂને પહોંચશે.
મોનસૂન એક્સપ્રેસ કેરળ મોડી પહોંચશે
96 ટકા વરસાદની આગાહી
IMD અનુસાર, આ વખતે 96 ટકા વરસાદ થઈ શકે છે, જે સામાન્ય વરસાદ છે. જ્યારે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા 67 ટકા છે. હાલમાં ચોમાસાની આ આગાહી છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાને લઈને અપડેટ્સ પણ જારી કરશે.