શોધખોળ કરો

Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ, અંબાલાલે કરી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, રાજ્યમાં આજે ફરી એકવાર સાંજના સમયે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે.

Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ જોર પકડી શકે છે, હવામાન નિષ્ણાંતોના મતે આજે ફરી એકવાર રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આજે ફરી એકવાર સાંજના સમયે કડાકા-ભડકા સાથે વસસાદ વરસી શકે છે. 
  
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, રાજ્યમાં આજે ફરી એકવાર સાંજના સમયે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પાડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડકાના કારણે જાનમાલનું નુકશાન પણ થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ અને આરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા છે. 30મી મેએ પણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. આવતીકાલે પણ સાંજના સમયે ભારે પવન અને વીજળી સાથે વરસાદ થઈ શકે છે. ખાસ વાત છે કે, રોહિણી નક્ષત્ર આખું વરસાદ પડે તો ચોમાસુ સમયસર રહેશે, જો રોહિણી નક્ષત્ર 2 જૂન સુધી છે, વરસાદ નહીં પડે તો ચોમાસુ મોડું થવાની શક્યતા પણ રહેલી છે.

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બહુચરાજીમાં સૌથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Gujarat Unseasonal Rain:  અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. અમદાવાદ, પાટણ. બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો છેલ્લા ઘણા સમયથી પડી રહેલી અસહ્ય ગરમીથી પણ લોકોને રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણાના બહુચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ, અમદાવાદ શહેરમાં સવા બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બે ઈંચ, પાટણના ચાણસ્મામાં બે ઈંચ, જોટાણા, બાવળા, કલોલ, વડાલી અને શિનોરમાં પોણા બે ઈંચ તથા નડિયાદ, કડી, પેટલાદમાં સવા સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.

એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ

ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યાPatidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ
પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Embed widget