શોધખોળ કરો
ગુજરાતમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે વિજય રૂપાણી સરકારે શું બે મહત્વની જાહેરાત? જાણો
સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોના રોકવા માટે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના નવા ઉદ્યોગ રોકાણકારોને લઈને ગુજરાત સરકારે બે મહત્વની જાહેરાતો કરી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોના રોકવા માટે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના નવા ઉદ્યોગ રોકાણકારોને લઈને ગુજરાત સરકારે બે મહત્વની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના અને લોકડાઉનના કારણે અનેક સમસ્યાઓ સામે આવશે. આર્થિક ગતિવીધા વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલો નિર્ણય 1200 દિવસ કામ કરવા માટેનો નવો ઉધોગ પ્રોજેક્ટ કોઈ લાવશે અને 1200 દિવસ એ કામ કરશે તો તે ઉધોગકારને લેબર લોના કાયદામાંથી મુક્તિ મળશે.
લેબર લોના ત્રણ કાયદાઓ લાગુ પડશે
1. લેબરનું મિનીમત વેતન ધારો
2. લેબરની સુરક્ષાના કાયદાઓ લાગુ પડશે
3. અકસ્માત અને મુત્યુના સંદર્ભમાં લેબર લોના કાયદાઓ લાગુ પડશે
આ ત્રણ કાયદાઓ સિવાય કોઈ લેબર લોના કાયદાઓ લાગુ નહીં પડે
નવા પ્રોજેક્ટોને જ લેબર લો નહીં લાગુ
જુના પ્રોજેક્ટોને લેબર લો લાગુ પડશે જ
બીજો મહત્વનો નિર્ણય
ચીન છોડીને ભવિષ્યમાં ગુજરાત આવવા માંગતી કંપનીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય.
પ્લગ એન્ડ પ્રોડકશ માટે 33 હજાર હેક્ટર જમીન માટે વ્યવસ્થા ઉભી કરી છે.
ધોલેરામાં પણ આવા પ્રોજેક્ટો આવે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.
ભારત સરકારના ઉધોગ અને વિદેશ વિભાગ સાથે સંપર્ક કર્યો છે.
ચીન છોડવા માંગતી કંપનીઓનો સિધ્ધો કોન્ટેક્ટ કરીને તેમણે ગુજરાતમાં આવવા આમંત્રણ આપી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
