Gujarat Election 2022: ભાજપે બળવાખોર ઉમેદવાર સામે લીઘા પગલા, , આ ઉમેદવારને કર્યો સસ્પેન્ડ
Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપે આજે બળવાખોર ઉમેદવારોની સામે સસ્પેન્ડ કર્યાં છે.
Gujarat Election 2022:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપે આજે બળવાખોર ઉમેદવારોની સામે સસ્પેન્ડ કર્યાં છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો આ તમામ નેતા સામે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલે કડક કાર્યવાહી કરતા બળવાખોર નેતાને સસ્પેન્ડ કર્યાં છે. આ તમામ લોકોએ ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ હતા અને અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પક્ષે આ તમામ બળવાખોર નેતા સામે કાર્યવાહી કરતા સસ્પેન્ડ કર્યાં છે.
અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ
નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા
જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા
વલસાડ પારડીના કેતનભાઈ પટેલ
રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા
ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ
અમરેલી રાજુલના કરણભાઈ બારૈયા ને કરાયા સસ્પેન્ડ
Gujarat Election 2022: ‘ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે’, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા
jarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય ચંદરજી ઠાકોરને એક વીડિયો વાયરલ થયો છે. તેને લઈ તેમણે પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું ચંદનજી ઠાકોરે
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, સીએમ ઓફિસથી આ પ્રકારનો વીડિયો વાયરલ થાય એ દુઃખદ બાબત છે. આ વીડિયો એડિટ કરવામાં આવેલ છે અને તદ્દન ખોટો છે, શબ્દો એડિટ કર્યા છે. જો મુખ્યમંત્રી કાર્યાલયથી આ વીડિયો વાયરલ કરવામાં આવે તો ભાજપ કેટલી હદ સુધી જઈ શકે છે. ભાજપ હંમેશા ભાઈ ભાઈ અને કોમ-કોમ વચ્ચે ઝઘડા કરાવે છે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે. ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, અહીંના ઉમેદવારે ફોર્મ રદ્દ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.
પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાશે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરીને ફોર્મ પણ ભર્યું હતું. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અપક્ષ ઉમેદવારી કર્યા બાદ સોમાભાઈએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. સોમાભાઈ પટેલ આજે ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો હતો. ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમા પટેલ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.
Gujarat Assembly Election 2022: રાજકોટના જામકંડોરણામાં કોગ્રેસને લાગ્યો મોટો ઝટકો, કોગ્રેસમાંથી આપ્યું રાજીનામું
જકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકોટના જામકંડોરણામાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જામકંડોરણા તાલુકા કોગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સુરેંદ્રસિંહ વાળા સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે.
જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું છે. થોડા દિવસ પહેલા જેતપુર તાલુકા પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું. જેતપુરથી ભાજપે જયેશ રાદડિયા જ્યારે કૉંગ્રેસે દિપક વેકરિયાને ટિકિટ આપી છે.
BJPના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને પોલીસ પ્રોટેક્શન આપવા કરી અરજી, જાણો વિગત
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધીમે ધીમે રંગ જામી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ વેરાવળમાં સભા ગજવીને પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છના રાપરમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને પોલીસ પ્રોટેક્શન આપવા અરજી કરી છે.
રાપર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ પ્રોટેક્શન માટે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. રાપરના કોંગ્રેસ ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ રક્ષણ આપવા ખુદ ભાજપે માંગ કી છે. આ માટે રાપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ વડાને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા હાર ભાળી ગયેલા હોવાથી પોતા પર જ હુમલાઓ કરાવી શકે તેવા આક્ષેપ ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો છે.