શોધખોળ કરો
Advertisement
ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? સૌથી વધુ ઠંડી ગુજરાતમાં કઈ જગ્યાએ? જાણો વિગત
હિમાલચ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે જેને લઈને દેશમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રવિવારે નલિયાનો પારો ગગડીને 9.4 ડિગ્રી નોંધાયો હતો.
અમદાવાદ: હિમાલચ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે જેને લઈને દેશમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રવિવારે નલિયાનો પારો ગગડીને 9.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું જેના કારણે ગુજરાતીઓ ઠંઠવાયા હતાં.
રવિવારે આખો દિવસ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જગ્યાએ ઠંડા પવનો ફૂંકાયા હતા. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો છે. દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાતા લોકોએ સ્વેટર પહેરીને ઘરની બહાર નીકળવું પડ્યું હતું.
હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. હાલ ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે વદી રહી છે. પહાડી પ્રદેશમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
રાત્રે અને વહેલી સવારે ઠેરઠેર ગરમ તાપણા કરીને લોકો ઠંડીથી બચવાની કોશિષ કરી રહ્યાં છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં હિમવર્ષા થતાં ધીરેધીરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
શિયાળાની ગુલાબી ઠંડીએ બીજા દિવસે પણ પોતાની પક્કડ જાળવી રાખતા પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું. શીત લહેરના સૂસવાટાથી લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા. ઉત્તર ભારતમાં હીમ વર્ષાની અસર દેશભરમાં વર્તાઈ રહી હોય તેમ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બીજા દિવસે પણ ઠંડી યથાવત રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement