શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આ તારીખે તુટી પડશે વરસાદ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જ્યું છે ત્યારે નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે.
આ ઉપરાંત વડોદરા, આણંદ, નવસારી, ભરૂચમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે. છોટા ઉદેપુર, નવસારી, વલસાડ સહિતનાં વિસ્તારોમાં વરસાદે જળપ્રલયની સ્થિતિનું સર્જન કર્યું છે. હાલ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં પણ ગુજરાત માટે રાહતના સમાચાર નથી. આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હાલમાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ આગામી 48 કલાકમાં તીવ્ર બનવાની સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ફંટાશે. જે મધ્ય ભારતથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદ લાવી શકે એટલી મજબૂત બની રહી છે.
દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે અને ત્યાર બાદ તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement