Dakor: ડાકોરમાં દેશભરના ભક્તો માટે દર્શન માટે શું બનાવાયો નવો નિયમ ? જાણો વિગત
Dakor News: તાજેતરમાં ડાકોર મંદિરમાં 500 રૂપિયા ચૂકવી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે
![Dakor: ડાકોરમાં દેશભરના ભક્તો માટે દર્શન માટે શું બનાવાયો નવો નિયમ ? જાણો વિગત What is the new rule made for darshan for devotees across the country in Dakor Know the details Dakor: ડાકોરમાં દેશભરના ભક્તો માટે દર્શન માટે શું બનાવાયો નવો નિયમ ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/e32869d49097f8adfee39f711670d43e169340063937376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dakor News: ડાકોરનું રણછોડરાય મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર છે. વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવામાં આવતા વિવાદ થયો છે. આ દરમિયાન ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન માટે 6 શ્રેણીઓમાં આવતા લોકો માટે નિશુલ્ક દર્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓ નિશુલ્ક દર્શન કરી શકશે. અન્ય મહિલાઓ 250 રૂપિયા ભરી દર્શન કરી શકશે. સન્મુખ દર્શનના રૂપિયા ભક્તોની સુવિધા માટે વપરાશે. ભવિષ્યમાં ઓનલાઈન નોંધણી કરીને દર્શન કરી શકશે. ઉપરાંત નિયત કરેલી સંખ્યામાં સન્મુખ દર્શન થશે.
તાજેતરમાં ડાકોર મંદિરમાં 500 રૂપિયા ચૂકવી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે મુજબ 500 રૂપિયા ચૂકવી ભક્તો સન્મુખ દર્શન કરી શકે છે. આ સાથે જ મહિલાઓ માટેની જાળીમાંથી જો પુરુષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચૂકવવા પડે છે. ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાકોર વિવાદમાં થોડા દિવસ પહેલા સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેનાએ ઝંપલાવ્યું હતું. સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેના દ્વારા આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઠાસરા પ્રાંત અધિકારીને કેટલીક રજૂઆતોનું આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો.
હિંદુ સંગઠનોએ આ નિર્ણય સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો અને ભક્તોમાં ભેદ ન કરવા માગ કરી હતી અને નિર્ણય પરત ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ કરણી સેના પણ મેદાનમાં આવી અને રૂપિયા લઈને VIP દર્શન બંધ કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા VIP દર્શન બંધ કરવા સહિત અધિકારીને વિવિધ સાત માગની રજૂઆત કરાઈ હતી.
આ વિરોધ સમિતિએ રૂપિયા લઈને ડાકોરમાં VIP દર્શન બંધ થવા જોઈએ. સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ હોવી જોઈએ, બોડાણાજીનું પુરાતન મંદિરનો વિકાસ અને બોડાણાજીના વંશજમાંથી એક વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે, ડાકોર મંદિરમાં સારુ અન્નક્ષેત્રનું નિર્માણ થાય,ગોમતી ઘાટની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે, ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગનું નામ બોડાણા રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચોઃ
Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન ? જાણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)