ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોંગ્રેસનાં ટોચનાં મહિલા નેતાની ભાણી ? માસીએ જ ભાણીને મોકલી ?
ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી રંગેહાથ ઝડપાઈ હતી, તે વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી હોવાની પાર્ટીમાં ચર્ચા છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ જ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો.
અમદાવાદઃ એક દિગ્ગજ નેતાનો પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવતા ગુજરાત કોંગ્રેસ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ છે. મધ્ય ગુજરાતના એક દિગ્ગજ નેતાના ઘરે તેમની પત્ની પહોંચી ત્યારે તેમના ઘરમાં અન્ય યુવતી મળી આવતા રાતભર હોબાળો થયાના અહેવાલો ખાનગી વેબ પોર્ટલ ઉપર વહેતા થયા છે. અહેવાલો પ્રમાણે આ નેતાનો તેમની પત્ની સાથે લાંબા સમયથી પારિવારિક અને સંપત્તિને લઇ ઝઘડો ચાલી રહ્યો છે.
હવે આ વીડિયોમાં દેખાતી યુવતીને લઈને મોટો ખુલાસો થયો છે. ગુજરાતી અખબાર સંદેશના અહેવાલ પ્રમાણે, ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી રંગેહાથ ઝડપાઈ હતી, તે વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી હોવાની પાર્ટીમાં ચર્ચા છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ જ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો.
જે વીડિયો વેબ પોર્ટલ ઉપર અપલોડ થયો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે તેમાં નેતાને તેમની પત્ની જબરદસ્ત ખખડાવતી નજરે પડી રહી છે. નેતા પોલીસ બોલાવું પોલીસ બોલાવું તેવી બૂમો પાડતા રહે છે અને આખો તમાશો રેકોર્ડ થયો છે. આ વીડિયો એબીપી અસ્મિતાને હાથ પણ લાગ્યો છે. પરંતુ આ પારિવારિક ઝગડો હોવાના કારણે જ્યા સુધી પ્રતિક્રિયા નહિ આવે અને સ્પષ્ટતા નહિ થાય ત્યાં સુધી અમે તે નેતાનું નામ અને દ્રશ્યો સીધી રીતે દર્શાવી નથી રહ્યા. પરંતુ જાહેર જીવનના આ વ્યક્તિ હોવાના કારણે નૈતિક મૂલ્યોની પણ ચકાસણી જરૂરી છે ત્યારે આશા રાખીએ કે નેતા તેમજ કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવે.
કોંગ્રેસ ના દિગગજ નેતા ભરતસિંહ સોલંકી ની રંરેલીયા નો વિડિઓ થયો હતો વાઇરલ..
વાઇરલ વીડિયો બાદ રેશ્મા પટેલ કેમેરા સમક્ષ આવ્યા હતા. રેશ્મા પટેલે વાઇરલ વિડિઓની આપી પુષ્ટિ. આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે બની હતી ઘટના. પત્ની રેશ્મા પટેલ છેલ્લા ઘણા દિવસો થી રાખી રહ્યા હતા વોચ. ગત રોજ પત્ની રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકીનો કર્યો હતો પીછો. વિદ્યાનગર રોડ ઉપર આઈસ્ક્રીમ ખાઈ આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા ભરતસિંહ. રેશ્મા પટેલ ભરતસિંહને મનાવવા ગયા હતા. હજુ પણ ભરતસિંહ ને માફ કરવા રેશ્મા પટેલ તૈયાર.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના વાયરલ વીડિયોની ફરિયાદ પહોંચી કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને કરી ફરિયાદ. અમારી મહેનત ઉપર ભરતસિંહના કારણે પાણી ફરતું હોવાની કરી ફરિયાદ. ભરતસિંહ સુધરે નહિ તો રાજકારણ છોડે તેવી કરી ફરિયાદ. રાહુલ ગાંધીએ ભરતસિંહ સાથે મુલાકાત કરવા ગુજરાતના એક નેતાને આપ્યો આદેશ. મુલાકાત બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા રાહુલ ગાંધીનો આદેશ.