શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ: કોરોના દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો, હવે પત્ની, પુત્રએ પણ કર્યો આપઘાત
જૂનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો જેને લઈને થોડા દિવસ પહેલાં જ ખાનગી હોલ્પિટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો
જૂનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો જેને લઈને થોડા દિવસ પહેલાં જ ખાનગી હોલ્પિટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. જોકે હવે પતિના મોત બાદ લાગી આવતાં પરીણિતાએ પણ આ પગલું ભર્યું હતું અને એક પરિણીતાએ પુત્ર સાથે આપઘાત કરી લીધો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા મોટી ઘંસારી ગામમાં 35 વર્ષીય નીતાબહેન અશોકભાઈ ચુડાસમાં પોતાના 4 વર્ષના પુત્ર હેત અશોકભાઈ ચુડાસમા સાથે રહેતા હતા. તેમના પતિ અશોકભાઈ ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અશોકભાઈએ જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.
પતિના મોત બાદ નીતાબહેનને મોટો આઘાત લાગ્યો હતો અને પતિના મોત બાદ તેમનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો અને તેઓ એકલા પડી ગયા હતા. આમ આઘાતમાં સરી પડેલા નીતાબહેને પણ પોતાના પુત્ર સાથે કુવામાં કુદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement