શોધખોળ કરો
Advertisement
ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યું લંબાશે કે નહીં ? જાણો મોટા સમાચાર
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યો છે.
અમદાવાદ : છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યો છે. આ નાઈટ કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી યથાવત છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જાન્યુઆરી માસમાં કેટલા દિવસનો નાઈટ કર્ફ્યુ રાખવો તેને લઈને આજે નિર્ણય લેવાઈ શકે છે.
સૂત્રોના મતે રાજ્ય સરકાર રવિવાર સુધીમાં નાઈટ કર્ફ્યુ મુદ્દે નિર્ણય લઈ શકે છે. મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. ગુરૂવારના હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ?
ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. વધુમાં સરકારને કહ્યું કે ચિંતા ન કરો કે લોકો નિરાશ થશે, બધાને ખુશ નહીં રાખી શકાય તો હાઈકોર્ટે સરકારને નાઈટ કર્ફ્યુ ક્યાં સુધી ચાલુ રાખવાનો છે તે અંગે સવાલ પૂછ્યો. જેના જવાબમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યું કે જાન્યુઆરી સુધી યથાવત રાખવાનું આયોજન છે. ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું કે નાઈટ કર્ફ્યુથી કોરોના સંક્રમણ કાબૂમાં લેવા સફળતા મળી છે ત્યારે યથાવત રાખવો જ જોઈએ એટલે નાઈટ કર્ફ્યુ લંબાઈ તે નિશ્ચિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion