Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીના પદને લઇને એક સમાચાર સામે આવ્યા છે, કોળી સમાજે કુંવરજી બાવળિયાને આ પદ મળે તેવી માંગણી છે.
Gujarat Politics: ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના પદ માટે હાલ કુંવરજી બાવળિયાના નામની ચર્ચા થઇ રહી છે. નોંધનિય છે કે, સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ માંગણી આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્રારા કરવામાં આવી છે. આ મુદ્દે ખુદ કુંવરજી બાવળિયાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.
હાલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના પદને લઇને ચર્ચાઓ તીવ્ર બની છે. જો કે આ નામ માટે હજુ કોઇ નામ પર મહોર નથી લાગી પરંતુ હાલ કુંવરજી બાવળિયાનું નામ મોખરે બોલાઇ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેમાં કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. આ બઘી જ ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ તેમને સ્પષ્ટ સવાલ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે, મારા હિતેચ્છુએ મારુ નામ સજેસ્ટ કર્યું છે પરંતુ આખરી નિર્ણય આખરે હાઇકમાન્ડે કરવાનો હોય છે.
નોંધનિય છે કે, લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. તો આ રેસમાં કોનું પતુ કપાશે અને કોને સ્થાન મળશે તે જોવું રહ્યું છે.ત્યારે આવા સમયે કોળી સમાજે આ પદ માટે કુવરજી બાવળિયાનું નામ આગળ ધર્યું છે. નોંધનિય છે કે, નીતિન પટેલ બાદ આ સ્થાન પર કોઇ નેતાની પસંદગી નથી થઇ. નીતિન પટેલ બાદ ડેપ્યુટી સીએમ ખુરશી ખાલી છે. તેમાં છેલ્લે નીતિન પટેલને આ પદ મળ્યું હતું. હવે કુવરજી બાવળિયા અંગે શું નિર્ણય લેવા તે સમય જ બતાવશે.