શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન

Gujarat Rain Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી અસરથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો પરંતુ હવે આગામી દિવસોમાં આકાશ સ્વસ્છ બનશે અને તાપમાન વધતા ગરમીનું પ્રમાણ પણ વધશે.

Gujarat Rain Forecast:Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વેઘરની પેર્ટન ચેન્જ થવાના કારણે ઉનાળામાં કાળઝાળ ગરમીના બદલે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. જો કે હવે આગામી દિવસમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે, તે વિશે જાણીએ.. હવામાન વિભાગે આજે અને કાલે એમ 9 એપ્રિલ સુધી છૂટછવાયો  હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જો કે 10 એપ્રિલથી ફરી ઉનાળામાં જે ગરમી પડે તેવી જ ગરમીનો ફરી અનુભવ થશે, 10 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં 3થી4 ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગે 10 એપ્રિલ બાદ વરસાદની શક્યતાને નકારી છે. જો કે 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ ભારતમાં વરસાદ લાવશે પરંતુ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે વરસાદની કોઇ શક્યતા નથી. આ સિસ્ટમના કારણે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં વરસાદ વરસી શકે છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 7થી 8 એપ્રિલે હવામાન વિભાગે છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. આ શક્યતાની  વચ્ચે છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો. રંગપુર, જોડાવાંટ, ફેરકુવા, ખડકવાડા કમોસમી  વરસાદ વરસતા  ખેડૂતોમાં ચિંતા વધી છે. મકાઈ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. ગઈકાલે ખાબકેલા કમોસમી વરસાદથી માણસામાં મોટું નુકસાન થયું છે. માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી ખાબકેલા વરસાદે નુકસાન નોતર્યું છે. માણેકપુર, દેલવાડ, ગ્રામભારતી અને અંબોડ સહિતના વિસ્તારોમાં નુકસાન થયું છે. ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક સોલાર પેનલ ઉડી જતા નુકસાન થયું છે. માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં બાજરી, જુવાર, તમાકુના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતા વધી છે. 

દિલ્હી-એનસીઆર સહિત આ રાજ્યોમાં વરસાદ
હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં ખરાબ હવામાન માટે ચેતવણી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો થવાની અને ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી  પવનની દિશામાં ફેરફાર
પશ્ચિમી વિક્ષેપોને કારણે એપ્રિલમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આ વિક્ષેપોની અસર ગુજરાત સહિત મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, પૂર્વોત્તર રાજ્યો અને આંધ્રપ્રદેશ સુધી દક્ષિણમાં અનુભવાઈ રહી છે. હવામાનમાં આ ફેરફાર પશ્ચિમી વિક્ષેપોની અસર તેમજ પવનની દિશામાં ફેરફારને કારણે છે. પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે આંશિક વાદળછાયું આકાશ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget