શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં મુંબઈથી આવેલી મહિલાને કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત
મુંબઈથી સ્પેશિયલ ટ્રેનમાં વતન આવેલ આધેડ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમરેલીઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મુંબઈ અને અન્ય કોરોનાગ્રસ્ત શહેરોમાંથી આવતાં લોકોએ મુશ્કેલી વધારી છે. આવા શહેરમાંથી આવતાં લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આવો જ એક કેસ અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે. મુંબઈથી સ્પેશિયલ ટ્રેનમાં આવેલ આધેડ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
ગત 23મી મેના રોજ મહિલા મુંબઈથી અમરેલી આવ્યા હતા. જેમને ધારી ક્વોરેન્ટાઈન સેન્ટરમા રખાયા હતા. 24મી મેના રોજ તેમના વતન જૂના જાંજરીયા ખાતે મોકલી અપાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દર્દીના કોન્ટેક્ટમાં આવેલ તમામને ટ્રેસીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8 થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement