શોધખોળ કરો

Accident: અંકલેશ્વર નજીક ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં ખાબકી, મહિલા તણાઇ જતાં લાપતા

અંકલેશ્વરના સિસોદરા ગામ નજીક ભંયકર રોડ અકસ્માતમાં પત્ની લાપતા છે જ્યારે પતિનો આબાદ બચાવ થયો. કેવી રીતે ગુર્ઘટના સર્જાઇ જાણીએ

Accident:અંકલેશ્વરમાં એક ભંયકર રોડ દુર્ધટનાના કારણે કાર કેનાલમાં ખાબકી, જેના કારણે પત્ની વહેલમાં તણાઇ જતાં લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે. પતિ પત્ની બંને મૂવિ જોઇને ઘરે પરત ફરતા હતા આ દરમિયાન  રોડ પર અચાનક જ ભૂંડનું ઝૂંડ આવી ગયું, કાર સ્પીડમાં હોવાથી કારને સાઇડમાં કરવા જતાં ડ્રાઇવરે સ્ટિયરિગ પરથી કાબૂ ગૂમાવ્યો અને કાર કેનાલમાં ખાબકી. આ દુર્ઘટનામાં પતિનો આબાદ બચાવ થયો પરંતુ પત્ની કેનાલના વહેણમાં તણાઇ જતાં લાપતા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પત્નીની શોધ ખોળ માટે રેસ્ક્યુ શરૂ કર્યું છે.

તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ધનસુરાના અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી તરીકે કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

4 લાખથી વધુ અકસ્માતો, 4.23 લાખ ઘાયલ, 1.71 લાખ લોકોના મોત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2022માં 4,46,768 માર્ગ અકસ્માતો થયા હતા. તેમાંથી 4,23,158 લોકો ઘાયલ થયા અને 1,71,100 લોકોના મોત થયા. કુલ માર્ગ અકસ્માતોમાંથી 45.5 ટકા ટુ-વ્હીલર્સના કારણે થયા છે. આ પછી કારથી થતા માર્ગ અકસ્માતોનો હિસ્સો 14.1 ટકા હતો. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવર સ્પીડને કારણે થયા હતા અને 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, માર્ગ અકસ્માતો ગામડાઓમાં વધુ થયા 

4 મહિનામાં સુવિધા શરૂ થશે

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આ સુવિધા આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે. કેટલાક રાજ્યોમાં આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો સમય આવી ગયો છે. તેથી અમે આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.

તમે ગોલ્ડન અવર દરમિયાન ગમે ત્યાં સારવાર મેળવી શકો છો

મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ. જો અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં જ સારવાર મળી જાય તો અમે ઘણા લોકોના જીવ બચાવવામાં સફળ થઈશું. અકસ્માત પછીના પ્રથમ થોડા કલાકો ગોલ્ડન અવર કહેવાય છે. જો તે સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવામાં આવે તો તેને તાત્કાલિક સારવાર મળે અને બચવાની શક્યતા વધી જાય.

શાળા-કોલેજોમાં રોડ સેફ્ટી કોર્સ લાગુ કરવામાં આવશે

રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે સરકાર આ કોર્સ શાળાઓ અને કોલેજોમાં લાગુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ભારત એનસીએપી પણ લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સીટ બેલ્ટ રીમાઇન્ડર અને વાહનોમાં ટેક્નિકલ ફેરફારનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Embed widget