શોધખોળ કરો
Advertisement
ભુજઃ ખાટલામાં સૂતેલી યુવાન પુત્રવધૂને સસરાએ સાથે સૂવા દેવા કહ્યું ને પછી......
પરિણીતાની ફરિયાદ છે કે, તે રાત્રે ખાટલામાં સૂતી હતી, ત્યારે ત્યાં સસરા આવી ગયા હતા અને બાજુમાં સુવાનું કહ્યું હતું. જોકે, પુત્રવધૂએ સાસુને બોલાવતાં તે રૂમમાં ચાલ્યો ગયો હતો.
ભુજઃ રાપર તાલુકાના રાસાજી ગઢડામાં પરિણીત યુવતીએ સસરા સામે જાતિય સતામણી અને સાસરીયા સામે શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં ચોંકાવનારી વિગતો લખાવી છે. પરિણીતાની ફરિયાદ છે કે, તે રાત્રે ખાટલામાં સૂતી હતી, ત્યારે ત્યાં સસરા આવી ગયા હતા અને બાજુમાં સુવાનું કહ્યું હતું. જોકે, પુત્રવધૂએ સાસુને બોલાવતાં તે રૂમમાં ચાલ્યો ગયો હતો.
પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, આ ઘટનાના બીજા દિવસે પરિણીતા રસોઇ બનાવી રહી હતી, ત્યારે સસરો ત્યાં પણ આવી ગયો હતો અને તેની કમરે ચિંટિયો ભરી લીધો હતો. જેથી પરિણીતા ફરથી ગુસ્સે ભરાઈ હતી અને સાસુને બોલાવી સસરા અંગે ફરિયાદ કરી હતી. વાસનાંધ સસરાની હરકતો અંગે પરિણીતાએ તેના પતિને પણ ફરિયાદ કરી હતી.
પરિણીતાએ પતિ અને સાસુને ફરિયાદ કરતાં તેઓએ સસરાને સમજાવવાને બદલે પુત્રવધૂને જ ફટકારી હતી. જેથી પરિણીતાએ બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સાસરીવાળા સામે ગુનો નોંધાયો હતો. ફરિયાદી પરિણીતાને દહેજ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરાઈ છે. ફરિયાદીના સસરાએ તેની ઈજ્જત લેવાના ઈરાદે સ્પર્શ કરીને જાતિય સતામણી કરી હતી. તેમજ હાથના પંજામાં લાકડી વડે માર માર્યો હતો. બનાવને પગલે બાલાસર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
ખેતીવાડી
Advertisement