'મારા નામે કોઇ ઘર નથી પરંતુ.....' બોડેલીમાં સભા સંબોધતા પીએમે કર્યો વિપક્ષ પર વાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલા અનામત બિલને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે મારા નામે કોઈ ઘર નથી, પરંતુ મેં દેશની ઘણી દીકરીઓના નામે ઘર આપવાનું કામ કર્યું છે.
Women Reservation Bill: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, વડાપ્રધાન મોદીએ બુધવારે (27 સપ્ટેમ્બર) આદિવાસી બહુમતી ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે વિપક્ષોએ અનામતની રાજનીતિ કરી, પરંતુ જ્યાં સુધી હું સીએમ ન હતો બન્યો ત્યાં સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ નહોતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલા અનામત બિલને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે મારા નામે કોઈ ઘર નથી, પરંતુ મેં દેશની ઘણી દીકરીઓના નામે ઘર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારી સરકાર નવી નેશનલ એજ્યૂકેશન પૉલિસી લાવી છે જે ત્રણ દાયકાઓથી અવઢવમાં પડી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગરીબોને ઘર, પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણ આપવું એ અમારી પ્રાથમિકતા છે. આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકાં મકાનો બનાવવામાં આવ્યા છે. આદિવાસીઓ માટે તેમની ઈચ્છા મુજબ મકાનો બનાવવામાં આવ્યા છે. આ પછી પીએમ મોદી વડોદરા પહોંચ્યા અને અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી નારી શક્તિ વંદન સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે બોડેલી ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રૉજકેટ શિલાન્યાસ સહિત ગુજરાત સરકારના કુલ 5206 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અનામત બિલ પર દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહી કરી કાયદો બનાવશે. ગુજરાતના 22 જિલ્લા અને સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઇ પહોંચાડવાનું કામ આજે પુર્ણ થયું છે. આજે મને એ બાળકોને મળવાનો મોકો મળ્યો જેમને મે આગંળી પકડી સ્કુલ પહોંચાડયા હતા આજે તેમાથી કોઇ ડોકટર તો કોઇ શિક્ષક બની ગયા હતા. કોંગ્રેસની સરકારમાં ગરિબોનું ઘર એ માત્ર એક આંકડો હોય પરંતુ અમારા માટે ઘર બને એટલે એને ગરિમા મળે તે માટે કામ કરીએ છીએ. મારા નામે હજુ ઘર નથી પણ દેશની લાખો દિકરીઓના નામે ઘર કરી દીધા છે. ગુજરાતમાં કામ કરતા કરતા અને તમારી વચ્ચે રહી જે શિખવા મળ્યું તે આજે મને દિલ્હીમાં ખૂબ કામ આવે છે. આજે દેશની સિમામાં આદિવાસી સમાજનો જવાન સિમા પર દેશની સુરક્ષા કરતા નજરે આવે છે. માતા બહેનો તેમના હક માટે વંચિત રહેતી અને આજે મોદી એક પછી એક સમસ્યાને દુર કરી રહ્યા છે ત્યારે વિરોધીઓને નવા નવા ખેલ કરવાનું સુજે છે, ભાગલા કરવાનું, સમાજને ગેર માર્ગે લઇ જવાનું સુઝે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે જ્યારે ગુજરાત પધાર્યા છે ત્યારે વિકાસના કાર્યોની ભેટ આપી છે.