Gujrat Live Corona update: વડોદરા એસએસજી હોસ્પિટલના 7 પી.જી.રેસિડેન્ટ ડૉક્ટર્સ કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.
LIVE
Background
અમદાવાદમાં અમદાવાદમાં 3 દિવસ બાદ આજે 2 હજારથી ઓછા કેસ નોંધાયા, શહેરમાં 177 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
અમદાવાદમાં 3 દિવસ બાદ આજે 2 હજારથી ઓછા કેસ નોંધાયા છે. માત્ર 5 દિવસમાં 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
શહેરમાં 177 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કરાયા છે. અમદાવાદ શહેરમાં 1893 અને જિલ્લામાં 30 કોરોનાના નવા કેસ નોંધાયા છે.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે. જેમાં આજે કોરોનાના નવા 51 કેસો નોંધાયા છે. દિવાળી બાદ એક જ દિવસમાં 51 કેસ નોંધાતા ચિંતા વધી છે. તો નવા ૫૧ કેસોને પગલે જિલ્લામાં એક્ટીવ કેસનો આંક 207 થયો છે.
અમદાવાદમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગથી સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અન્ય 6 રાજ્યના આરોગ્ય મંત્રી અને સચિવો જોડાયા હતા, જેમાં કોરોના સંલગ્ન તમામ માળખાકીય સુવિધાઓ, દવા અને વેક્સિંગ ના જથ્થાને સત્વરે ઉપલબ્ધ કરાવવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ સજ્જતાની સમીક્ષા કરાઇ હતી.
સુરતમાં વધ્યો કોરોનાનો કેર, અઠવા ઝોન ના અન્ય 12 વિસ્તારો હાઇરિસ્ક ઝોન જાહેર કરાયા
સુરત શહેરમાં કોરોનાનો કેર વધ્યો છે. રેડ ઝોન જાહેર કરાયો છે. શહેરના અઠવા ઝોન ના 6 વિસ્તારો રેડઝોન જાહેર કરાયા છે.
અઠવા ઝોન ના અન્ય 12 વિસ્તારો હાઇરિસ્ક ઝોન જાહેર કરાયા છે. જ્યારે વરાછા અને ઉધના ઝોન ના એક એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરાયા છે. મનપા એ રેડઝોન અને હાઇરિસ્ક ઝોન માં લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરાઇ છે.
સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. વરાછાની સાધના સ્કૂલમાં 12 વિદ્યાર્થીઓનો કોરોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉધના ની એલ ડી સ્કૂલ માં 9 વિદ્યાર્થી કોરોના પોઝેટીવ થયા છે. કુલ 17 જેટલી કોલેજ શાળા માં કોરોના પોઝેટીવ કેશો નોંધાયા છે.
વધુ કેશો આવેલી શાળા બંધ કરાઈ છે. એક બે કેશો આવેલી શાળા ના ક્લાસ રૂમ બંધ કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કોરોના નો કેશ માં સતત વધારો થયો છે. ગઇકાલે નવા કોરોના ના 1792 કેશ નોંધાયા હતા તો સુરત જિલ્લાના મહુવા તાલુકા માં 55 વર્ષીય મહિલા નું મોત થયું છે. સુરતમાં એક્ટિવ 9 હજાર કેશ નોંધાયો છે. બે વેકસીન લીધી હોઈ એવા 975 લોકોં સંક્રમિત થયા છે.
ઝોન પ્રમાણે કેસ
રાંદેર ઝોન 392
અઠવા ઝોન 382
લીંબયત 247
ઉધના 188
નવસારીમાં આ વર્ષે પણ ઉનાઈ મેળાને કોરોનાનું ગ્રહણ, કોવિડ સંક્રમણ વધતાં મેળો રદ્દ કરાયો
૧૪મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈમાં મકરસંક્રાંતિના અવસરે મેળો ભરાય છે.સતત બીજા વર્ષે મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોના નું સંક્રમણ વધત આ નિર્ણય લેવામાં આવ્યો છે. મકરસંક્રાંતિનો લોક મેળો રદ કરવામાં આવતા નાના વેપારી તેમ જ પંચાયતને પણ આવક ગુમાવવાનો વારો આવ્યો છે.
વડોદરામાં કોર્પોરેશનમાં કાર્યપાલક સાહિત્ય 5 એન્જીનીઅર કોરોનાગ્રસ્ત થયા છે. એક કાર્યપાલક ઈજનેર, બે ડેપ્યુટી એન્જીનિઅર, બે એડિશનલ એન્જીનિઅરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.