Home Ministry Action: ગૃહ મંત્રાલયનું મોટું એક્શન, લશ્કર એ તૈયબાના સદસ્ય, કાસિમ ગુજજરને ટેરરિસ્ટ કરાયો જાહેર
આતંકવાદી જાહેર કરાયેલા કાસિમ ગુજ્જર હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહે છે. તે 2022 માં માતા વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓ પરના હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા
Home Ministry Action:ગૃહ મંત્રાલય (MHA) એ હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા લશ્કર-એ-તૈયબાના સભ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જરને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક પોસ્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે મોદી સરકારે ઘણા આતંકવાદી હુમલાના ખતરનાક માસ્ટરમાઇન્ડ મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાનને આતંકવાદી જાહેર કર્યો છે.
ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, લશ્કર-એ-તૈયબા (LeT)ના સભ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જરે આતંકવાદી હુમલામાં ઘણા લોકોની હત્યા કરી છે. તેના હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. તે ભારત સામે યુદ્ધના આયોજનમાં સામેલ છે. આ પોસ્ટમાં, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, જે પણ વ્યક્તિ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળશે તેની સાથે ક્રૂરતાથી કાર્યવાહી કરવામાં આવશે.
The Modi government has declared the dreaded mastermind of several terror attacks Mohammad Qasim Gujjar alias Salman alias Suleman as a designated terrorist.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) March 7, 2024
An operative of the Lashkar-e Taiba (LeT) Mohammad Qasim Gujjar has caused numerous deaths and injuries with terror…
વૈષ્ણોદેવી તીર્થયાત્રીઓ પર હુમલાનો મુખ્ય આરોપી છે
આતંકવાદી જાહેર કરાયેલા કાસિમ ગુજ્જર હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહે છે. તે 2022 માં માતા વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓ પરના હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. અગાઉ 2021 માં, કાસિમ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બીજેપી નેતાના ઘર પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો, જેના પરિણામે એક સગીરાનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તે મૂળ રિયાસી જિલ્લાના મહોરના અંગરાલા ગામનો રહેવાસી છે અને દાયકાઓથી ફરાર હતો.