શરીરમાં જો આ 5 લક્ષણો અનુભવાય તો હાર્ટ અટેકના હોઇ શકે છે સંકેત, ભૂલેચૂકે ન કરો નજર અંદાજ
જો છાતીમાં દુખાવો થાય. જકડાઇ જાય, અથવા દબાણ અનુભવ થાય તો તો તે હાર્ટ બ્લોકેજ અથવા હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
છાતીમાં દુખાવો એ આ હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે. જો છાતીમાં દુખાવો થાય. જકડાઇ જાય, અથવા દબાણ અનુભવ થાય તો તો તે હાર્ટ બ્લોકેજ અથવા હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. કેટલાકને એવું લાગે છે કે જાણે હાથી તેમની છાતી પર બેસી ગયો હોય. આ પ્રકારના લક્ષણો જણાય તો ભૂલથી પણ તેની અવગણન ન કરવી જોઇએ.
કેટલાક લોકો હૃદયરોગના હુમલા દરમિયાન ઉબકા, હાર્ટબર્ન, અપચો અથવા પેટમાં દુખાવો જેવા લક્ષણો પણ અનુભવી શકે છે. ક્યારેક ઉલ્ટીની ફરિયાદ પણ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે મહિલાઓમાં આવા લક્ષણો વધુ જોવા મળે છે.
હાર્ટ એટેકના લક્ષણોમાં હાથમાં દુખાવો પણ સામેલ છે. નિષ્ણાતો કહે છે કે આ દુખાવો છાતીમાંથી શરૂ થાય છે અને બહારની તરફ જાય છે. જો કે, કેટલાક લોકોમાં, હાથમાં દુખાવો પણ હાર્ટ એટેકના લક્ષણ હોઇ શકે છે.
જો કે ચક્કર આવવાની સમસ્યાને સામાન્ય સમસ્યા માનવામાં આવે છે, કારણ કે કેટલીકવાર આ સમસ્યા લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવાથી થાય છે, પરંતુ અચાનક અસ્થિરતા અને છાતીમાં અસ્વસ્થતા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પણ હાર્ટ અટેકના સંકેત આપે છે, જેને અવગણવી જોઈએ નહીં. . આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
નિષ્ણાતો કહે છે કે ગરદન અથવા જડબાના દુખાવાને સંપૂર્ણપણે હૃદય સાથે સંબંધિત માની શકાય નહીં, પરંતુ જો છાતીમાં દુખાવો અને દબાણ હોય અને તે તમારા ગળા અથવા જડબામાં દુખાવો થાય તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.
બની શકે કે ક્યારેક આપને છાતીમાં તીવ્ર દુખાવો થતો હોય અને આપે વિચારી લીધું કે ગેસના કારણે દુખે છે પરંતુ હકીકતમાં તે હાર્ટ અટેકનો દુખાવો હોય. એવું પણ બની શકે કે, ક્યારેક માત્ર માંસપેશીના ખેંચાણના કારણે કે ગેસના કારણે છાતીમાં દુખતું હોય અને આપ તેને કાર્ડિયક સમજીને ચિંતિત થઇ જાવ. જ્યારે છાતીમાં દુખાવાનો મુદ્દો છે ત્યારે આપે આ મુદ્દે તફાવત સમજવો જરૂરી છે.