શોધખોળ કરો

UP Election Result: યોગી આદિત્યનાથ ફરીવાર મુખ્યમંત્રી બન્યા તો આ ત્રણ બાબતે રચાશે ઇતિહાસ, જાણો શું છે વિગત

UP Assembly Election Result 2022: એવું કહેવામાં આવે છે કે જે કોઈ મુખ્યમંત્રી નોઈડા આવે છે તે ફરીથી સત્તામાં પાછા નથી આવી શકતા. પરંતુ સીએમ યોગીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી વખત નોઈડાની મુલાકાત લીધી હતી.

Uttar Pradesh : દેશના તમામ લોકોની નજર 10 માર્ચ પર ટકેલી છે, કારણ કે આવતીકાલે 10 માર્ચે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ પરિણામોની અસર વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પણ પડશે, કારણ કે દિલ્હીનો રસ્તો યુપીના રાજકારણમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ છે કે યુપીના મુખ્યમંત્રી કોણ બનશે? તમામ એક્ઝિટ પોલ્સ આગાહી કરે છે કે સત્તાની ચાવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પાસે રહેશે. જો આમ થશે તો આ વખતે યુપીમાં વર્ષોથી ચાલી આવતી અનેક માન્યતાઓ તૂટી જશે ણ ઇતિહાસ રચાશે. 

જો યોગી ફરી મુખ્યમંત્રી બનશે તો...
1) યોગી આદિત્યનાથ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને તેમની પાર્ટીને ફરી સત્તામાં આવશે. આવું કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હશે.
2) ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હશે જે સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે.
3) જો યોગી મુખ્યમંત્રી બનશે તો 2007 પછી તેઓ પહેલા એવા નેતા હશે જેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હોય.

ઉત્તરપ્રદેશનું રાજકારણ 
ઉત્તરપ્રદેશમાં વર્ષ 1951 થી વર્ષ 2007 સુધી અસ્થિરતાનો સમયગાળો ચાલુ રહ્યો.  2007ની વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજવાડી  પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને માયાવતી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. પરંતુ તે વર્ષ 2012માં કમબેક કરી શક્યા ન હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની વાપસી થઈ અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા. માયાવતી પછી અખિલેશે પણ સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો, પરંતુ તેઓ પણ સત્તામાં પાછા ફર્યા નહીં અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 325 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો. ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને સત્તાની ટોચ પર બેસાડ્યા. યોગીએ પણ તેમનો સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. હવે જોવાનું એ રહે છે કે યોગી ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચી શકે છે કે કેમ.

યુપીના રાજકારણનું  રસપ્રદ મિથક
એવું કહેવામાં આવે  છે કે જે કોઈ  મુખ્યમંત્રી નોઈડા આવે છે તે ફરીથી સત્તામાં પાછા નથી આવી શકતા. પરંતુ સીએમ યોગીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી વખત નોઈડાની મુલાકાત લીધી હતી. આ માન્યતાને અવગણીને તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. 1988થી એવું માનવામાં આવે છે કે નોઈડાની મુલાકાત લેનાર કોઈપણ મુખ્યમંત્રી આગલી વખતે સત્તામાં પાછા ફર્યા નથી. રાજનાથ સિંહ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે દિલ્હીથી નોઈડામાં બનેલા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે નોઈડા ગયેલા સીએમ યોગી મુખ્યમંત્રી બનીને આ મિથક  તોડશે કે કેમ તે જાણવામાં રસ વધી ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Embed widget