શોધખોળ કરો

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી

Kirit Patel Patan MLA: કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધીઓને સણસણતો જવાબ; ફાફડા-જલેબીની જિયાફત સાથે કહ્યું- 'મારી દોરી મજબૂત છે, પક્ષપલટાની અફવા ફેલાવનારા નિષ્ફળ જશે.'

Kirit Patel Patan MLA: સમગ્ર ગુજરાતમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે પાટણનું રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) કિરીટ પટેલે પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મજા માણી હતી. જોકે, પતંગની પેચ લડાવતા લડાવતા તેમણે રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને પક્ષપલટાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

"લંગસિયા નાખનારાઓથી કોઈ ફરક નથી પડતો"

ધારાસભ્ય કિરીટ પટેલે (Patan MLA Kirit Patel) વર્તમાન રાજકીય સ્થિતિ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "જેમ ઉત્તરાયણમાં આપણો પતંગ ઊંચે ચગે ત્યારે કેટલાક લોકો ઈર્ષ્યાથી લંગસિયા (પથ્થર કે વજન બાંધેલી દોરી) નાખીને પતંગ કાપવાનો પ્રયાસ કરે છે, તેમ રાજકારણમાં પણ આવું જ છે." તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, "જો તમારી દોરી અને પતંગ મજબૂત હોય, તો આવા લંગસિયા નાખનારાઓથી કોઈ ફરક પડતો નથી. મારો પતંગ ક્યારેય કપાવાનો નથી."

"2027 માં હું ધાબું નહીં બદલું"

છેલ્લા કેટલાક સમયથી કિરીટ પટેલ (Kirit Patel) પક્ષ બદલશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, "જ્યારથી હું ધારાસભ્ય બન્યો છું, ત્યારથી મારા વિશે જાતજાતની વાતો કરવામાં આવે છે. પરંતુ કિરીટ પટેલ કોંગ્રેસમાં અડીખમ (Steadfast) છે અને અડીખમ જ રહેશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે 2027 ની વિધાનસભા ચૂંટણીમાં હું મારું 'ધાબું' (પક્ષ) બદલવાનો નથી. મારું ભવિષ્ય કોંગ્રેસ સાથે જ જોડાયેલું છે."

સ્થાનિક ચૂંટણી અને ઉમેદવારોની પસંદગી

ફાફડા-જલેબીની લિજ્જત માણતા કિરીટ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "જેમ આપણે બજારમાં જઈને મજબૂત અને સારો પતંગ પસંદ કરીએ છીએ, તેવી જ રીતે આગામી ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ જીતી શકે તેવા મજબૂત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે."

તેમણે પાટણની જનતાનો આભાર માનતા કહ્યું કે મતદારોએ તેમને સતત 2 ટર્મથી વિજેતા બનાવ્યા છે, તેથી તેમનો પાયો અને ટેકેદારો મજબૂત છે. અંતમાં તેમણે પાટણવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, જીવનમાં સુખ-દુઃખ આવે તો પણ રંગબેરંગી પતંગોની જેમ હંમેશા આનંદિત રહેવું જોઈએ.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget