શોધખોળ કરો

Rooftop Solar Scheme: ઘરની છત પર લગાવવા ઇચ્છો છો સોલર પૈનલ તો PM મોદી સરકારની આ સ્કિમ વિશે જાણો

Muft Bijli Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાની નવી યોજના શરૂ કરી છે.

PM Surya Ghar Muft Bijli Yojana: સરકાર દેશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સતત અનેક પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાની નવી યોજના શરૂ કરી છે. જો તમે પણ તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીનું બિલ બચાવવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે કે હવે આના માટે બેંકોમાંથી સરળતાથી ફાઇનાન્સ મળશે.

બેંકો સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય

નાણા મંત્રાલય અને ઉર્જા મંત્રાલયે તાજેતરમાં આ અંગે બેંકો સાથે બેઠક યોજી છે. ETના અહેવાલ મુજબ, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે હોમ લોનની સાથે, બેંકો ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે ફાઇનાન્સ પણ આપશે. આ માટે, બેંકો હોમ લોન સાથે સોલર પેનલ માટે ફાઇનાન્સ ક્લબ કરશે. આ સિવાય બેંકો સોલાર પેનલ માટે અલગ સ્કીમ પણ લાવશે અથવા પહેલાથી ઉપલબ્ધ પ્રોડક્ટ્સમાં ફેરફાર કરશે.

નેશનલ સોલર પોર્ટલ સાથે લિંક

સરકાર પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત બેંકોને રૂફટોપ સોલાર પેનલ માટે ધિરાણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંકોને રૂફટોપ સોલાર માટે નેશનલ પોર્ટલ સાથે જોડવામાં આવશે, જેથી ગ્રાહકો સહિત તમામ સંબંધિત પક્ષોને રૂફટોપ સોલાર યોજના સંબંધિત તમામ માહિતી વાસ્તવિક સમયમાં મળી શકે.

બચત સાથે કમાણી કરવાની તક

સરકાર આ યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય ધરાવે છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ યોજનાની મદદથી લોકો 300 યુનિટ સુધીની મફત વીજળીનો લાભ મેળવી શકશે, જેનાથી તેમને વીજળીના બિલમાં હજારો રૂપિયાની બચત થશે. આ યોજના હેઠળ, ગ્રાહકો ઘરની છત પર સ્થાપિત પેનલ્સમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકશે, જેનાથી તેમના માટે વધારાની આવક મેળવવાનો માર્ગ ખુલશે.

બેંકો લોકોને જાગૃત કરશે

ઘણી બેંકો પહેલાથી જ ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે ફાઇનાન્સ આપી રહી છે. આ અંગે લગભગ તમામ બેંકોની પોતાની નીતિ છે. હોમ લોન સાથે ક્લબિંગ વધુ લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરશે. આગામી દિવસોમાં, બેંકો ગ્રાહકોને તેમની છત પર સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Health Tips: ઉનાળાના આકરા તાપમાં વરિયાળીનું પાણી છે વરદાન,જાણો તેના ફાયદા
Health Tips: ઉનાળાના આકરા તાપમાં વરિયાળીનું પાણી છે વરદાન,જાણો તેના ફાયદા
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Embed widget