Air India: 69 વર્ષ બાદ Tata ગ્રૂપની ઘર વાપસી. 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે
એર ઈન્ડિયા (Air India) ની 69 વર્ષ બાદ આજે ઘર વાપસી થઇ છે. એર ઈન્ડિયા આજે 27 જાન્યુઆરીએ ગુરુવારે ટાટા ગ્રુપ (Tata Group)ને સોંપવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપ્યા બાદ ગુરુવારથી જ ફ્લાઈટ્સમાં કેટલાક ફેરફાર થઇ રહ્યાં છે. સારો નાસ્તો આપવો તે તેમાં પ્રથમ છે. કંપનીના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ટાટા જૂથે ગુરુવારે મુંબઈથી કાર્યરત ચાર ફ્લાઈટ્સ પર 'એડવાન્સ્ડ મીલ સર્વિસ' શરૂ કરી છે.
જો કે, હાલ માટે, ગુરુવારથી જ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા જૂથના બેનર હેઠળ ઉડશે નહીં. નોંધનીય છે કે, લગભગ 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી ટાટા ગ્રુપને સોંપવામાં આવી રહી છે,.
18000 કરોડની લાગી હતી બોલી
સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે એર ઈન્ડિયાને ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી. તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થવાના આરે છે. એર ઈન્ડિયાને ગુરુવારે જૂથને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન, બે એરલાઇન પાઇલટ યુનિયન, ઇન્ડિયન પાઇલોટ્સ ગિલ્ડ (IPG) અને ઇન્ડિયન કોમર્શિયલ પાઇલટ્સ એસોસિએશન (ICPA) એ એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ દેવ દત્તને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. તેનું કારણ પાયલોટના લેણાં પર બહુવિધ કપાત અને વસૂલાત હોવાનો અંદાજ છે.
એર ઇન્ડિયાના કર્મચારીઓ કરી રહ્યાં છે વિરોધ
આ સિવાય અન્ય બે યુનિયનોએ તેમની ફ્લાઈટ્સ પહેલા એરપોર્ટ પર ક્રૂ મેમ્બર્સના બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપવાના કંપનીના 20 જાન્યુઆરીના આદેશનો વિરોધ કર્યો છે. એર ઈન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયન (AIEU) અને ઓલ ઈન્ડિયા કેબિન ક્રૂ એસોસિએશન (AICCA) એ સોમવારે દત્તને પત્ર લખીને આદેશનો વિરોધ કરતા કહ્યું કે તે અમાનવીય છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન છે.