શોધખોળ કરો
દેશમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 100 વાઘના મોત, 36નો શિકાર કરવામાં આવ્યો

નવી દિલ્હીઃ કેરળના ત્રિશૂરના પ્રાણીસંગ્રહાલયમાં ગુરુવારે સાત વર્ષની એક વાઘણ દુર્ગાનું મોત થઈ ગયું, જેની સથે જ ચાલુ વર્ષે દેશમાં મરનારા વાઘોની સંખ્યા 100 થઈ ગઈ છે. દુર્ગાને કેરળના વાયાનાડ વન્યજીવ અભ્યારણ્યથી લાવવામાં આવી હતી. વાયનાડ અભ્યારણ્યના વન અધિકારી ધનેશ કુમારે આઈએએનએસને કહ્યું કે, સારવાર દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં વાઘણનં મોત થયું છે. કુમારે કહ્યું, અમે તેને 27 સપ્ટેમ્બરથી જ જંગલની બહાર ભટકતા જોવા મળી હતી. તે નબળી જણાઈ રહી હતી અને બકરી તથા ઢોરનો શિકાર કરતી હતી. અમે તેને નવ ઓક્ટોબરે પકડી અને પ્રાણી સંગ્રહલાય લઈ ગયા, જ્યાં ગુરુવારે તેનું મોત થયું. તેમણે કહ્યું કે, વાઘણને ટેગ કરવામાં આવી ન હી. અમે તેનું નામ દુર્ગા રાખ્યું હતું. કારણ કે તે તેનુ દુર્ગા અષ્ટમીના રોજ પકડવામાં આવી હતી. ત્રિશૂર પ્રાણી સંગ્રહાલયમાં પશુ ડોક્ટર વિનયે આઈએએનએસને કહ્યું કે, તેનો આગળનો પગ ઈજાગ્રસ્ત હતો અને એક દાંત પણ ન હતો, જેનું કારણ જંગલમાં કોઈ અન્ય જાનવરની સાથે તેની લડાઈ થઈ હશે. ભારતના વન્યજીવ સંરક્ષણ સોસાયટીના આંકડા અનુસાર, વર્ષ 2016માં ભારતમાં 100 વાઘના મોત થયા છે. તેમાંથી 36 વાઘના શિકાર કરવા માટે મારવામાં આવ્યા છે. વર્ષ 2015માં 91 વાઘ મારવામાં આવ્યા હતા.
વધુ વાંચો





















