શોધખોળ કરો
Advertisement
જોધપુરમાં પાકિસ્તાનથી આવેલા 11 હિંદુ શરણાર્થીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા
શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે કેવળરામ અને તેના ભાઈ રવિના લગ્ન જોધપુરમાં એક જ પરિવારમાં થયા હતા.
જોધપુરઃ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક જ પરિવારના 11 લોકોના મોત થતા સનસનાટી ફેલાઈ છે. એક રિપોર્ટ પ્રમાણે તમામ 11 લોકોને ઝેરના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થી બુધારામના પરિવારમાં કુલ 12 લોકો હતા, જેમાંથી હવે માત્ર એક જ જીવિત છે. પોલીસનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં મોતનું કારણ પારિવારિક ઝઘડો લાગી રહ્યું છે, પરંતુ અત્યારે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
રાજસૃથાનના જોધપુરથી 100 કિમી દુર આવેલા લોદતા ગામમાં આ હિંદુ પરિવાર રહેતો હતો, તે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવ્યો હતો અને ભીલ સમાજ સાથે સંકળાયેલો છે. 2015માં લાંબાગાળાના વિઝાના આધારે તેણે ભારતમાં સ્થળાંતર કર્યું હતું અને અહીં ભાડે જમીન રાખી ખેતી કરતો હતો.
શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે કેવળરામ અને તેના ભાઈ રવિના લગ્ન જોધપુરમાં એક જ પરિવારમાં થયા હતા. તેની 4 બહેનો હતી, 2 પાકિસ્તાનમાં નર્સિંગનો કોર્સ કરીને આવી હતી. બાકીની 2નો સંબંધ જોધપુરમાં એ જ પરિવારમાં થયો હતો, જે પરિવારમાં બંને ભાઈનાં લગ્ન થયા હતા. એક બહેન નજીકમાં જ લગ્ન કરીને રહી રહેતી હતી. પારિવારિક ઝઘડો ઘણા દિવસથી ચાલતો હતો. આ કારણે બુધારામનો એક છોકરો પાકિસ્તાન પરત જતો રહ્યો. ડિસેમ્બર 2015નાં બંને પરિવાર પાકિસ્તાનથી આવ્યા હતા. મૃતકનો પરિવાર પણ અને જોધપુરમાં રહેનારો પરિવાર પણ.
કોઇના પણ શરીર પરથી ઇજાના કોઇ નિશાન પણ નથી મળી આવ્યા, જોકે તેઓ જે સ્થળે રહેતા હતા ત્યાંથી કેમિકલની કેટલીક દુર્ગંધ આવી રહી હતી તેથી એવી શંકા છે કે તેઓએ ઝેરી કેમિકલથી આત્મહત્યા કરી લીધી હોઇ શકે છે. બીજી તરફ જોધપુરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહે રાજસૃથાનની ગેહલોત સરકાર પર આરોપો લગાવ્યા હતા. માર્યા ગયેલામાં બે પુરૂષો, ચાર મહિલાઓ, પાંચ બાળકોનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion