શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં વધુ 114 પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ, અત્યાર સુધી કેટલા જવાન સંક્રમિત થયા? જાણો આ રહ્યો લેટેસ્ટ આંકડા
દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. હવે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે.
દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. હવે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમા 114 પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે રાજ્યમાં કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીઓની સંખ્યા 2325 થઈ ગઈ છે. 26 પોલીસ કર્મચારીઓના અત્યાર સુધી મોત નિપજ્યાં છે.
મહારાષ્ટ્રમાં 62228 કોરોના પોઝિટિવ કેસ
દેશના અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 116 લોકોનાં મોત નિપજ્યાં છે. આ એક દિવસના સૌથી વધારે લોકોનાં મોતનો આંકડો છે. 30 મેના રોજ મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2682 કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 116 લોકોના મોત નિપજ્યાં છે.
મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત કેસ 62 હજારની પાર થઈ ગયા છે. રાજ્યમાં કુલ 62,228 કેસ નોંધાયેલા છે. મોતનો આંકડો 2 હજારની પાર થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2098 લોકોના મોત નિપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement