Kheda News: ખેડા જિલ્લાના પીપલગમાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો
ખેડા જિલ્લાના પીપલગમાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.. હુમલા પાછળ બોગસ કોલ સેન્ટર અને હવાલાના રૂપિયા કારણભુત હોવાનો પર્દાફાશ થયો. વિકાસ રબારીએ પોતાના મિત્ર દેવ આહીરના કબુલેલા રૂપિયા સિદ્ધાર્થ રબારીને આપવાના હતા. 10 લાખની એ જ લેતીદેતીમાં બંન્ને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. ફ્રોડ કોલ સેન્ટરના હવાલાના પૈસાને લઈને વિકાસ અને સિદ્ધાર્થ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જે વિવાદ આખરે સશસ્ત્ર મારામારીમાં ફેરવાયો હતો. મારામારીની આ ઘટના બાદ નડીયાદ ગ્રામ્ય પોલીસમાં બંન્ને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે એક પક્ષના ત્રણ અને અન્ય પક્ષના પાંચ મળી કુલ 8 વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.. સાથે જ પોલીસ કોલ સેન્ટરથી વિદેશમાં ગુનાઓ આચરાયા છે કે નહીં તેની પણ તપાસ ચલાવી રહી છે..


















