શોધખોળ કરો

કેરળ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાઃ પાયલટ સહિત 19 લોકોના મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

આ ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી.

નવી દિલ્હીઃ દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું. જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 19 લોકોના સૃથળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 125 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. આ ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી, રિપોર્ટ અનુસાર જ્યારે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે વિઝિબિલિટી અતી ઓછી હતી. દુબઈથી આવેલા વિમાનમાં મોટાભાગના લોકો કુટુંબ સાથે આવ્યા હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે. કોઝિકોડના કરિપુરનું એરપોર્ટ પર્વતીય વિસ્તારમાં છે. તેનો રનવે ટેબલ ટોપ છે. એટલે કે, એક ચોક્કસ અંતર પછી રનવેના આગળના ભાગમાં ઊંડી ખીણ છે. આવા સ્થળે પાઈલટ પાસે વિમાન રોકવા માટે ઘણી ઓછી જગ્યા હોય છે. એવું કહેવાય છે કે, ભારે વરસાદના કારણે લેન્ડિંગ કરતા સમયે વિમાન રનવે પર આગળ નીકળીને ખીણમાં પડી ગયું. પ્રધાનમંત્રી મોદીએ કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ભોગ બનેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમેએ કહ્યું કે, તેઓ કોઝીકોડમાં થયેલ વિમાન અકસ્માતથી આહત છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, “કોઝિકોડમાં થયેલ વિમાન દુર્ઘટનાથી હું આહત છું. મારા વિચાચર એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્ત ઝડપથી સાજા થઈ જાય. કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી. અધિકારી ઘટનાસ્થળ પર છે અને તનામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Embed widget