શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર: ઉત્તર કાશ્મીરન બારમુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. અહેવાલ પ્રમાણે બાતમીના આધારે સેના, એસઓજી અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ મોડી રાતે સોપોરના નવપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તે દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું. એસએસપી સોપોર જાવેદ ઇકબાલે કહ્યું કે, સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલું છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન ઓલ આઉટ શરૂ કરી દીધું છે. આ પહેલા કુપવાડા સ્થિત તંગધારમાં આતંકીઓની ઘુસણખોરી સુરક્ષાદળોએ રવિવારે નિષ્ફળ કરી હતી. આ પહેલા સેનાએ સોમવારે ત્રણ આતંકીઓ ઠાર કર્યા હતા. રવિવારથી આજ સુધી કુલ પાંચ આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અથડામણમાં એક જવાન પણ શહીદ થઈ ગયો છે.
વધુ વાંચો




















