શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના મોટી સફળતા મળી છે. શોપિયામાં એક અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
![જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર 2 terrorists killed in an encounter in the Dachan area of Kishtwar જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/17221925/Sophia-encounter.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના મોટી સફળતા મળી છે. શોપિયામાં એક અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષાદળોને શોપિયા જિલ્લામાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ એસઓજી, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ.
આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
આ પહેલા ગુરૂવારે સેનાની એન્જિનિયરિંગ રેજીમેન્ટે મેંઢર સબ ડિવીઝનના બાલાકોટ અને કેજી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા છ મોર્ટાર શેલને નષ્ટ કર્યા હતા. જે બાદ ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)