દેશના EPF એકાઉન્ટધારકો માટે મોટા ખુશીના સમાચાર, જાણો EPFO શું કરી મોટી જાહેરાત?
ઇપીએફઓએ તેના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે, 21.38 કરોડ એકાઉન્ટમાં 8.50 ટકા લેખે વર્ષ 2020-21નું વ્યાજ જમા કરાવી દેવામાં આવ્યું છે.
નવી દિલ્લીઃ દેશના ઇપીએફ એકાઉન્ટધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઇપીએફઓ દ્વારા વર્ષ 2020-21 માટેનું વ્યાજ 8.50 ટકા લેખે જમા કરાવી દીધું છે. ઇપીએફઓએ તેના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે, 21.38 કરોડ એકાઉન્ટમાં 8.50 ટકા લેખે વર્ષ 2020-21નું વ્યાજ જમા કરાવી દેવામાં આવ્યું છે.
21.38 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli
— EPFO (@socialepfo) November 29, 2021
અગાઉ, એપીએફઓ દ્વારા 18.34 કરોડ ખાતાધારકોના ખાતામાં વર્ષ 2020-21નું વ્યાજ 8.50 ટકા લેખે જમા કરાવ્યું હતું. ઇપીએફઓ દ્વારા 22મી નવેમ્બરે ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી.
આ પહેલા 12મી નવેમ્બરે 6.47 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં એપીએફઓ દ્વારા 8.50 ટકા લેખે વ્યાજ જમા કરાવવામાં આવ્યું હતું. જેની પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવ્યું હતું. આમ, અત્યાર સુધીમાં અનેક ખાતાધારકોના એકાઉન્ટમાં વર્ષ 2020-21નું વ્યાજ જમા કરાવી દેવામાં આવ્યું છે. ખાતાધારકો પોતાના યુએન નંબરની મદદથી ઓનલાઇન પાસબૂક જોઇ શકે છે.