શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાણા મંત્રીની મોટી જાહેરાત, ગુરુવાર સાંજ સુધીમાં દેશના 22,500 ATMમાંથી નીકળશે 500ની નોટ
નવી દિલ્લી: નોટબંદીની મુશ્કેલીની વચ્ચે સરકાર લોકોને રાહત આપવા બનતા તમામ પ્રયાસ કરી રહી છે. આ તમામ વાત વચ્ચે નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે ગુરૂવારે સાંજ સુધીમાં દેશના 22,500 એટીએમમાં નવી નોટો પ્રમાણે પરિવર્તન કરી નાંખવામાં આવશે. તેના પછી તમામ એટીએમોમાંથી 500 અને 2000 રૂપિયાની નવી નોટ પણ નીકળશે. તમને જણાવી દઈએ કે દેશમાં કુલ બે લાખ એટીએમ છે.
નોટ બદલવાની સીમા 4500થી ઘટાડીને 2000 રૂપિયા કરવા પર નાણાં મંત્રીએ સ્પષ્ટતા કરી કે લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. જેના માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. નાણાં મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સરકાર હાલ 1000 રૂપિયાની નોટ લાવવાનો કોઈ વિચાર નથી.
સરકારે પ્રાઈવેટ હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક સેંટરને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે. નાણાં મંત્રીએ કહ્યું કે તેમને જૂની નોટ બદલવાની મંજૂરી એટલા માટે આપવામાં આવી રહી નથી કારણ કે આ ફરીથી મની એક્સચંજરનો મુદ્દો આવીને ઉભો રહેશે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે કૉઑપરેટિવ બેંકમાં કેશ એક્સચેંજની મંજૂરી એટલા માટે આપવામાં આવી કારણ કે આ બેંકોના સૌથી વધુ અધ્યક્ષ રાજકારણ સાથે જોડાયેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion