શોધખોળ કરો
Advertisement
Covid 19: મહારાષ્ટ્રમાં નવા 2347 કેસ, 63 મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 33 હજારને પાર
મહારાષ્ટ્રમાં કૉવિડ-19 સંક્રમણના 2347 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 63 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉવિડ-19 સંક્રમણના 2347 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 63 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં નવા 2347 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 33,053 પર પહોંચી છે. રાજ્યમાં આજે 600 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7688 લોકો સ્વસ્થ થયા છે.
મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય કરતા રાજ્યમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવી દેવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે મોટો ફેંસલો કર્યો અને રાજ્યમાં લૉકડાઉનને આગામી 31 મે સુધી લંબાવવાનો આદેશ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેંદ્ર સરકાર દ્વારા આજે લોકડાઉન 4ને લઈને જાહેરાત કરવામાં આવી છે. હવે દેશમાં 31 મે સુધી લોકડાઉન રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion