ઈમરજન્સીની યાદમાં 25 જૂને 'બંધારણ હત્યા દિવસ' ઉજવવામાં આવશે, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
Emergency 1975: 25 જૂને 'બંધારણ હત્યા દિવસ' જાહેર, કેન્દ્રની જાહેરાત, 1975માં આ દિવસે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી.

25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को 'संविधान… pic.twitter.com/KQ9wpIfUTg
— Amit Shah (@AmitShah) July 12, 2024
ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળના મંત્રીમંડળની લેખિત ભલામણ પર કટોકટીની જાહેરાત કરવામાં આવે છે. આના હેઠળ નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો મોકૂફ થઈ જાય છે. જ્યારે સમગ્ર દેશ કે કોઈ રાજ્યમાં દુકાળ, બાહ્ય દેશોના આક્રમણ કે આંતરિક વહીવટી અવ્યવસ્થા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ ઉત્પન્ન થાય, તે સમયે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં ચાલી જાય છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત કટોકટી લાગુ થઈ ચૂકી છે. આમાં વર્ષ 1962, 1971 તથા 1975માં અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે 1975માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી. હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર 12 જૂન 1975ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી 6 વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ પછી ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઇન્દિરા સરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો.
Before You Go
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ






















