શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદની એક બિલ્ડિંગમાંથી 25 લોકો કોરોના પૉઝિટીવ નીકળતા હડકંપ, પહેલા થઇ હતી બર્થડે પાર્ટી
ગ્રેટર હૈદરબાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશન (GHMC)ના ક્ષેત્રિય અધિકારી અશોક સમ્રાટે જણાવ્યુ કે તમામને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, હે તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરાઇ રહી છે
હૈદરાબાદઃ તેલંગાણામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, હાલમાં જ હૈદરાબાદના એક એપાર્ટમેન્ટમાંથી 25 લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યાના સમાચાર છે, હૈદરાબાદના જુના શહેરમાં આવેલા મદન્નાપેટ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં 25 લોકો કોરોના સંક્રમિત થતાં હડકંપ મચી ગયો છે.
ગ્રેટર હૈદરબાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશન (GHMC)ના ક્ષેત્રિય અધિકારી અશોક સમ્રાટે જણાવ્યુ કે તમામને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, હે તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરાઇ રહી છે.
તેમને વધુમાં કહ્યું કે, થોડાક દિવસો પહેલા આ એપાર્ટમેન્ટમાં જન્મદિવસની પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કેટલાક લોકો સામેલ થયા હતા. આ પાર્ટીમાં એક કોરોના પૉઝિટીવ શખ્સ પણ સામેલ થયો હતો. જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઇ કે આ પાર્ટીના કારણે આટલા લોકોને સંક્રમણ ફેલાયુ છે. બધાનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે, હાલમાં તંત્ર તેમના સંપર્કમાં આવનારા લોકોની ઓળખ કરી રહી છે.
સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, તેલંગાણામાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 1509 કેસો નોંધાયા છે. જેમાં 971 લોકો સારવાર બાદ ઠીક થઇ ગયા છે, અને તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 34 લોકોના મોત થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement