શોધખોળ કરો
Covid 19: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2598 કેસ, 85ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 59546
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2598 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 59546 પર પહોંચી છે.
![Covid 19: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2598 કેસ, 85ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 59546 2598 new COVID19 positive cases have been reported in maharashtra Covid 19: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2598 કેસ, 85ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 59546](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/29025010/maharastra-2505.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 2598 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 59546 પર પહોંચી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે વધુ 85 લોકોના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 1982 લોકોનાં મોત થયા છે. આજે 698 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18616 કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દેશમાં હાલ કોરોનાના 158333 કેસ છે. જેમાંથી 86110 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 67691 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. કોરોનાના કારણે દેશમાં અત્યાર સુધીમાં 4531 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)