શોધખોળ કરો
Advertisement

નોટબંધીનો આજે 26મો દિવસ, બેંકો બંધ, એટીએમમાં કેશની સમસ્યા

નવી દિલ્લી: આજે નોટબંધીનો 26મો દિવસ છે. આજે બેંકો બંધ છે અને લોકો રોકડ લેવા માટે એટીએમ પર જ આધારિત છે. જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે એટીએમમાં નાણાં નથી અને મોટાભાગના એટીએમના શટર ડાઉન છે. દેશના બે લાખ એટીએમ 500 અને 2 હજારની નવી ચલણી નોટ આપી શકે તેવી રીતે ટેક્નીકલી અપગ્રેડ કરી દેવાયા છે તેવા નાણાં મંત્રાલયના દાવા છતા એટીએમમાં નાણા નથી. એટીએમ અપગ્રેડ થઈ ગયા બાદ એટીએમ ભરેલા રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આજે 26 દિવસ થયા એટીએમ ખાલી પડ્યા છે. લગ્નની સિઝન હોવાથી લોકોને નાણાંની જરૂર છે પરંતુ રોકડની અછતે લોકોના હાથ બાંધી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
