શોધખોળ કરો
Mahakumbh 2025: મહાકુંભના અજબ ગજબ સંતો,કોઈએ 32 વર્ષથી નથી કર્યું સ્નાન તો કોઈ 12 વર્ષથી છે મૌન
Mahakumbh 2025: મહાકુંભ 13 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ રહ્યો છે. મહાકુંભમાં, અનોખા સંતો અને ઋષિઓ સૌથી વધુ સમાચારમાં રહે છે. મહાકુંભના અનોખા સંતોની કહાનીઓ જાણીએ.

મહાકુંભ 2025
1/6

મહાકાલ ગિરિ બાબા - તેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. મહાકુંભમાં આવતા મહાકાલ ગિરિ બાબા 9 વર્ષથી પોતાનો એક હાથ ઉંચો રાખીને સાધના કરી રહ્યા છે, આ હાથના નખ તેમની આંગળીઓ કરતાં લાંબા થઈ ગયા છે.
2/6

કમ્પ્યુટર બાબા - તેમનું સાચું નામ દાસ ત્યાગી છે, તેમને ગેજેટ્સ અને ટેકનોલોજીમાં ખાસ રસ છે. એટલા માટે તેમને કમ્પ્યુટર બાબા કહેવામાં આવે છે. કોમ્પ્યુટર બાબા હંમેશા પોતાની સાથે લેપટોપ રાખે છે જેના પર તે કાર્ટૂન જુએ છે.
3/6

લિલિપુટ બાબા - બાબા ગંગા ગિરી 57 વર્ષના છે. તેમના અનોખા કદ અને અદ્ભુત જીવનશૈલીને કારણે તેમને લિલિપુટ બાબા તરીકે ઓળખવામાં આવે છે. તેણે 32 વર્ષથી સ્નાન પણ નથી કર્યું.
4/6

ચાવીવાળા બાબા - યુપીના રાયબરેલીના હરિશ્ચંદ્ર વિશ્વકર્મા ચાવી વાળા બાબાના નામથી ઓળખાય છે. તેની પાસે 20 કિલો વજનની મોટી ચાવી છે. એવું કહેવાય છે કે તે પોતાની મોટી ચાવીથી લોકોના મનમાં રહેલ અહંકારનું તાળું ખોલે છે. તેઓ જ્યાં પણ જાઈ છે , ત્યાં સંભારણું તરીકે ચાવી બનાવે છે.
5/6

રુદ્રાક્ષ બાબા - રુદ્રાક્ષ બાબા તેમના માથા, પગ, હાથ, કમર અને ગળા પર ફક્ત રુદ્રાક્ષ પહેરેલા જોવા મળે છે અને તેમના આખા શરીર પર રુદ્રાક્ષની 11 હજારથી વધુ માળા છે. આ રુદ્રાક્ષોનું વજન 30 કિલોથી વધુ છે.
6/6

ડિજિટલ મૌની બાબા - સાધુ-સંતોમાં મૌની બાબા, જે પોતાની બધી વાતો ડિજિટલ બોર્ડ પર લખીને કહે છે. તેઓ છેલ્લા 12 વર્ષથી મૌન વ્રત પાળી રહ્યા છે.
Published at : 10 Jan 2025 01:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
