શોધખોળ કરો
Advertisement
વરસાદથી બિહાર બેહાલઃ પુરથી 29 લોકોના મોત, નીતિશ સરકારે વાયુસેના પાસે માંગી મદદ
અનેક જગ્યાઓએ માટીના મકાનો ધરાશાયી થયા છે, જેમાં ત્રણ લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે
પટનાઃ બિહારમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદે તબાહી સર્જી દીધી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પુરના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે પુરથી લગભગ 29થી વધુ લોકોના મોત થયા છે.
બિહારના કૈમૂર જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓએ માટીના મકાનો ધરાશાયી થયા છે, જેમાં ત્રણ લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે. પટનામાં પણ ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
પુરની સ્થિતિને જોતા નીતિશ સરકારે વાયુસેના પાસે મદદ માંગી છે, વાયુસેનાના બે હેલિકૉપ્ટરોને મદદ કરવા માટે કહ્યુ છે, જેથી દવા, ખોરાક અને સામાન લોકો સુધી પહોંચાડી શકાય.Bihar: Severe water-logging in Patna's SK Puri area, following heavy rainfall. pic.twitter.com/iNdPb4SrZM
— ANI (@ANI) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement